ખજુર ભાઈ જેવું દિલદાર તો કોઈ ભાગ્યે જ હશે, પહેલા ખજુર ભાઈએ મસ્તી કરતા દાદાને ગરમ કર્યા અને બાદમાં એકદમ રાજીના રેડ કરી દીધા… Gujarat Trend Team, July 22, 2022 ગુજરાતના લોકપ્રિય અને સૌને ગમતા ખજૂર ભાઈ એ એવું કામ કર્યું કે જાણીને તમે પણ નતમસ્તક થઈ જશો. ગુજરાતના સોનુ સુદ કહેવાતા ખજૂર ભાઈ અવારનવાર લોકોને મદદ કરતા હોય છે ક્યારેક કોઈને આર્થિક સહાય કરીને મદદગાર બનતા હોય છે તો ક્યારેક લોકોના ઘર બનાવીને પોતાની જરૂરિયાતો ની મદદ ખજૂર ભાઈ કરતા હોય છે. દુનિયામાં પૈસા તો ઘણા લોકો પાસે હોય છે પરંતુ તેને આપવામાં અને તે પૈસાના સાચા માર્ગે તેનો ઉપયોગ કરવામાં, લોકોની મદદ કરવા માટે ઘણા ઓછા લોકો આગળ આવતા હોય છે તેમાંના એક ખજૂર ભાઈ છે જે અવારનવાર આવી રીતે લોકોની મદદ કરતા રહેતા હોય છે અને પોતાના સોશિયલ મીડિયા ઉપર આ વીડિયોને શેર કરીને બીજા લોકોને આની પરથી ઇન્સ્પિરેશન આપતા હોય છે કે જેટલું પણ ભગવાને લીધું છે તેમાંથી થોડો ભાગ જરૂરિયાત મંદ લોકોને આપવો જોઈએ. અને એટલા માટે જ સમગ્ર ગુજરાતમાં ત્યારે ખજૂર ભાઈની ચારે કોર પ્રશંસા થતી હોય છે ત્યારે ચાલતા દિવસોમાં આવો જ એક વિડીયો ખજૂર ભાઈ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કર્યો છે જે વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ મકાઈ વેચી રહ્યા છે અને ત્યારે ખજૂર ભાઈ અચાનક ત્યાં કાર લાવીને ઉભા રહી ગયા અને વૃદ્ધ વ્યક્તિને બધી જ મકાઈ આપી દેવાનું કહ્યું હતું. View this post on Instagram A post shared by Nitin Jani(Khajur Bhai) (@nitinjani24) ત્યારે ખજૂર ભાઈ પહેલા ભાવ પૂછતા પૂછે છે કે તમારે આ બધી મકાઈ કેટલામાં દેવાની છે અને ભાવમાં કંઈક ઓછું કરો તેમ ખજૂર ભાઈ કહે છે ત્યારે વૃદ્ધ વ્યક્તિ કહે છે કે ચાર કિલો મકાઈ છે 180 રૂપિયા થાય છે તો તમે દસ રૂપિયા ઓછા આપજો 150 આપી દો બસ… પરંતુ ખજૂર ભાઈ વધારે નટખતાઇકરતા વૃદ્ધ વ્યક્તિને હજી ભાવ ઓછો કરવાનું કહે છે ત્યારે વિવિધ વ્યક્તિ થોડા ગરમ થઈ જાય છે અને બાદમાં ખજૂર ભાઈ ને કહે છે કે 10 રૂપિયાની ખોટ હું ખાઉં છું તમે કંઈ ખોટ ખાતા નથી ત્યારે ખજૂર ભાઈ ગાડીમાંથી સો રૂપિયા નું આખું બંડલ વિરુદ્ધ વ્યક્તિના હાથમાં મૂકે છે. ત્યારે આ વિડીયો માં મૃત વ્યક્તિનો ચહેરો જોવા જેવો છે વૃદ્ધ વ્યક્તિ ઘણા ભાવ થઈ ગયા અને જ્યારે ખજૂર ભાઈ એમ પૂછે છે બરોબર છે ને ભાવ ત્યારે વૃદ્ધ વ્યક્તિ કહે છે હા બરોબર છે ખજૂર ભાઈ જ્યારે વૃદ્ધ વ્યક્તિને કહ્યું કે પૈસા ગણી લો ત્યારે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું ભગવાન ગણે છે તમે કહો એમ. વિડીયોના અંતમાં વૃદ્ધ વ્યક્તિ ખજૂર ભાઈને આશીર્વાદ આપતા કહે છે ભગવાન તમારું ભલું કરે કંઈ તકલીફ થયો હોય તો માફ કરજો સાહેબ. સમાચાર