લેખ

કિંગ કોબ્રા ભૂખ લાગી તો એક જ સાથે 10 મરઘીના ઇંડા ખાધા અને પછી તો જે થયું તે તો… -જુઓ વિડિયો

શું તમે ક્યારેય કિંગ કોબ્રાને એક પછી એક અનેક ઇંડા ખાતા જોયો છે? હકીકતમાં, કિંગ કોબ્રા સાપનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કિંગ કોબ્રાએ એક પછી એક ૧૦ ઇંડા ખાધા. આ પછી શું થયું તે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

દુનિયામાં જોવા મળતા સાપની વિવિધ જાતોમાં કિંગ કોબ્રા સાપ સૌથી ખતરનાક અને ઝેરી માનવામાં આવે છે. તમે સોશિયલ મીડિયા પર કિંગ કોબ્રાના ઘણા આશ્ચર્યજનક વીડિયો જોયા હશે. ખાસ કરીને ભૂખ્યા થયા પછીના, તમે ક્યારેય જોયું હશે કે કોઈ કિંગ કોબ્રા પ્લાસ્ટિકની બોટલ અથવા પ્રાણીને ગળી રહ્યો હોય, પરંતુ શું તમે ક્યારેય કિંગ કોબ્રાને એક પછી એક અનેક ઇંડા ખાતા જોયો છે? આ વિડીઓ માં કિંગ કોબ્રાએ એક પછી એક ૧૦ જેટલા ઇંડા ખાધા હતા. આ પછી શું થયું તે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

આ વીડિયો વિકાસ રાજુરકરે ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે કેપ્શન લખ્યું છે – મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક કોબ્રા સાપ મરઘીના ઇંડા ચોરીને ખાવાનું ચાલુ કરે છે. ઝેરી કોબ્ર મરઘીના ૧૦ ઇંડા ગળી લીધા, પછી તેના પેટમાંથી એક પછી એક ઇંડા બહાર આવ્યા. આ વિડિઓ એ દરેકને આશ્ચર્યચકિત કર્યા છે, જે ઝડપથી ઇન્ટરનેટ પર હેડલાઇન્સ બનાવે છે. વિડિઓમાં, જોઈ શકાય છે કે કિંગ કોબ્રા કેવી રીતે ઇંડા ગળી ગયા પછી તેને બહાર કાઢે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કિંગ કોબ્રા અંધારામાં ચંદ્રપુર જિલ્લાના મૂળ તહસિલના કોસંભી ગામમાં જોવા મળ્યો. એક કિંગ કોબ્રા સાપ એક વ્યક્તિના ઘરે પ્રવેશ્યો, ત્યારબાદ તેણે એક પછી એક મરઘીના ઇંડા ગળવાનું શરૂ કર્યું. આ ઘટના રાત્રી દરમિયાન ઘટી. જ્યારે મરઘીના ફફડવાનો અવાજ સાંભળીને ઘરના લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. કોબ્રા લગભગ ૧૦ ઇંડા ગળી ગયો હતો. જ્યારે તેને બચાવવા માટે સાપ પકડનારા સ્થળ પર પહોચ્યા ત્યારે સાપે એક પછી એક બધા ઇંડા બહાર કાઢ્યા.

આ બંને સાપ પકડનારાઓએ જણાવ્યું કે આ એક ઝેરી કોબ્રા સાપ છે અને તેની લંબાઈ લગભગ 6 ફુટ લાંબી છે. ભૂખને લીધે, કોબ્રાએ ઇંડા ખાધા. આ ઘટનામાં, ઇંડા માં રહેલા બચ્ચાનું જીવન બચી ગયું હતું, પરંતુ તેના ઇંડાને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે કોબ્રાને પકડીને લઈ જવાયો ત્યારે પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. બચાવ બાદ આ સાપને જંગલમાં છોડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *