કિંજલ દવે હવે ગીત નહીં ગાઈ શકે, કિંજલ દવે અને તેમના ફ્રેન્સ માટે આવ્યા માઠા સમાચાર, કિંજલ દવે આ કારણે થી પોતાનું મનપસંદ ગીત નહી ગાઈ શકે લાગ્યો પ્રતિબંધ…
ગુજરાતની ખૂબ જ લોકપ્રિય કલાકારે એવી કિંજલ દવે હવે પોતાનું ફેવરિટ અને જેનાથી કિંજલ દવે આખા ગુજરાતમાં ફેમસ થઈ હતી તે ગીત નહીં કરી શકે, દોસ્તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો એવો આવી ગયો છે કે બે ક્ષણ પહેલા તમને કોઈ ઓળખતું પણ ન હોય અને કંઈક એવી વસ્તુ તમે કરી નાખો કે એવો વિડિયો તમે બનાવી નાખો કે ફક્ત કલાકોના સમયમાં જ તમે દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ જતા હોય છે સોશિયલ મીડિયાના આ યુગમાં વ્યક્તિ થોડીક જ વારમાં સુપર સ્ટાર બને જતો હોય છે અને સુપરસ્ટારમાંથી નીચે પણ આવી જતો હોય છે.
View this post on Instagram
ત્યારે આવી જ રીતે ગુજરાતની લોકપ્રિય થયેલી કિંજલ દવે જે પોતાના ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત થી આખા ગુજરાતમાં ફેમસ થઈ હતી તે હવે આ ગીત નહીં ગાઈ શકે, કારણ કે અમદાવાદની સીટી લેવલ કોર્ટે મોટો ફટકો જાહેર કર્યો છે જેના કારણે ફક્ત કિંજલ દવે જ નહીં પરંતુ કિંજલ દવેના ફેનસ પણ માઠા સમાચારથી ઝટકો લાગ્યો છે હકીકતમાં મ્યુઝીકલ મેનેજમેન્ટ કંપની સાથે કોપીરાઇટના વિવાદ ચાલી રહ્યો હોવાથી અમદાવાદ સીટી લેવલ કોર્ટે કિંજલ દવેને આ ગીત ગાવા પર પ્રતિબંધ મૂક્યો છે.
View this post on Instagram
એટલે કે તમને જણાવી દઈએ કે હવે કિંજલ દવે આ ગીત નહીં ગાઈ શકે કંપનીએ કોપીરાઈટનો ભોગ થયો હોવાનો આરોપ લગાવ્યો છે શહેરના ચેમ્બર જજ આનંદ લિપ તિવારી એક કિંજલ દવે અને બે ફર્મ આરડીસી મીડિયા તથા સરસ્વતી સ્ટુડીયો ને કોપી રાત હેઠળ રહેલા આ ગીતની સીડી અને કેસેટ ના રૂપે ના વેચવાનો આદેશ પણ અત્યારે જાહેર કરી દીધો છે રેડ રીબીન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલા આ કોપીરાઇટ કેસમાં અત્યારે કોઈ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી આ ગીતની લાઈવ કોન્સર્ટ પર ગીત ગાવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
View this post on Instagram
દોસ્તો તમને જણાવી દઈએ તો 2016 ના 20 ડિસેમ્બર ના રોજ આરડીસી ગુજરાતીની youtube ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું અને ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પ્રખ્યાત બનેલું આ લોકપ્રિય ગીત લોકોને ખૂબ જ ગમ્યું હતું જ્યારે જાન્યુઆરી 2017માં રીબીન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દાવો કર્યો છે કે ઓસ્ટ્રેલિયાના કીર્તિ પટેલે આ ગીતના સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી તેણે 2016 માં કાઠીયાવાડી કિંગ્સની youtube ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો એટલે કે કીર્તિ પટેલ કોપીરાઇટ કરેલા ગીતના માલિક ગણાય તેવું તેમણે જણાવ્યું છે હજુ પણ કોટે કોઈ પણ નિર્ણય કર્યો નથી.