ગુજરાતના લોકપ્રિય કીર્તિદાન ગઢવી આ ગામના છે, જાણો તેના વિષે એવી વાતો જે તમે નહિ જનતા હોવ

કીર્તિદાન ગઢવી નો જન્મ 23 ફેબ્રુઆરી 1975 માં દિવસે ગુજરાતમાં આવેલા આણંદ જિલ્લાના વાલવોડ ની અંદર થયો હતો. કીર્તિદાન ગઢવી એ બી.આઈ. મહંત અને રાજેશ કેલકર હેઠળ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી, પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાંથી સંગીતમાં બીપીએ અને એમપીએ પણ મેળવ્યા છે. તેમને 2015 માં જામનગર, ગુજરાત ખાતે ગાય સંરક્ષણ રેલીમાં શરૂઆત કરી. જેમાં તેને 45 મિલિયન રૂપિયા ભેગા કર્યા હતા.

તેમને એપ્રિલ 2015માં ટીવી શો MTV કોક સ્ટુડિયોમાં સચિન-જીગર, તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથે ગર્લ પણ ગાયું હતું. તેઓ ડાયરા, લોકગીતો અને શાસ્ત્રીય સંગીત માટે ખુબ જ જાણીતા છે. તમને જણાવી દઈએ કે તેઓ ભાવનગર આવ્યા અને ભાવનગર યુનિવર્સિટીમાં સંગીત શિક્ષક બન્યા હતા. કીર્તિદાન ગઢવી એ લડકી, નગર મેં જોગી આયા અને ગોરી રાધા ને કાલો કાન એવા અનેક લોકપ્રિય ગીતો પણ ગાયા છે.

આજે આપણે કહી શકીએ કે કીર્તીદાન ગઢવી ને કોઈપણ જાતની ઓળખાણની જરૂર નથી. આજે આખા ગુજરાત ભરમાં અને દેશભરમાં તેમના ડાયરાના અને લોકપ્રિય ગીતો ના કારણે અનેક લોકો તેમના ચાહકો પણ બની ગયા છે. કીર્તીદાન ગઢવીના ડાયરા જોવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી જતા હોય છે. અને તેમના ડાયરામાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં મોટો ઉડાડવામાં આવતી હોય છે. જે જોઈને દરેક લોકો ચોંકી જતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Gadhvi (@sonal.gadhvi.714)

તેમને સૌથી પહેલા જિલ્લા ખેડાના રામોદલમાં ગઢવી સમાજમાં પહેલું સ્ટેજ પરફોર્મન્સ કર્યું હતું. જ્યારે ભગવાનનું કાર્ય કરવામાં આવ્યું હતું. આ પછી કીર્તિદાન ગઢવી નું સ્ટેજ પર્ફોર્મન્સ સારું થવા લાગ્યું હતું. તેથી તેમના ચાહકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. કીર્તિદાન ગઢવીના ઘણા ગીતો પ્રખ્યાત છે જેમ કે હૈ જગ જનની, કચ્છ ધરેકરે રાજ આશાપુરા દેવી ટ હુકાર ભાગ 1 થી 9 માં નું ઝાંઝર મથુરામા વાગીમોરાલી વગેરે જેવા ગીતો ખુબ જ પ્રખ્યાત છે.

હાલના તેમને વર્ષમાં 200 થી વધુ કાર્યક્રમો કર્યા છે. તેમણે ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં સ્ટેજ પર પરફોર્મ કર્યું છે. જે ખુબ જ મોટી વાત છે. કીર્તિદાનની કુલ સંપત્તિ મહિને અંદાજિત ₹ 10 લાખ જેટલી છે. તેમની આવકના તમામ સ્ત્રોત છે જેમાં લોક ગાયક જેવી બાબતો નો સમાવેશ થાય છે. કીર્તિદાન પાસે ગાડીમાં જેમ કે ક્રેટા, રેન્જ રોવર વગેરે જેવી કેટલીય ગાડીઓ છે.

Leave a Reply

Your email address will not be published.