હવામાન વિભાગે કરી આગાહી આગામી કલાકોમાં જ આ વિસ્તારોમાં વરસાદ ભુક્કા કાઢશે અને ભારે પવન સાથે…

દેશના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને આગામી ૨૪ કલાકમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે જ્યારે હવે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ભુક્કા બોલાવી શકાય છે.

રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ રહી હતી અને જો ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે અને હવે હવામાન વિભાગે બીજા કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં જ વરસાદની આગાહી કરી છે. જેથી ખેડૂતો એ આ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

હવામાન આગાહી પ્રમાણે રાજ્યમાં છેલ્લા ત્રણ કલાકમાં જ ૩૦ થી ૪૦ કિલોમીટરના ઝડપ થી પવન ફૂંકાશે અને કેટલાય અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. વરસાદની આગાહી વાત કરવામાં આવે તો ગુજરાતમાં અમદાવાદ આણંદ ભરૂચ સુરત વડોદરા તાપી નવસારી ડાંગ ભાવનગર પોરબંદર અને રાજકોટમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

જો હાલ અમદાવાદની વાત કરવામાં આવે તો અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો છે અને વરસાદી ઝાપટા પડ્યા હતા સુરત શહેરની વાત કરવામાં આવે તો ગઈ રાત્રે જ વરસાદની એન્ટ્રી થઈ હતી અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ સિવાય જો ગાંધીનગર ની વાત કરવામાં આવે તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ની એન્ટ્રી થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *