કલોલમાં છરીના ઘા ઝીકી જાહેરમાં યુવતીની હત્યા, છુટાછેડા બાદ યુવતીએ પરત આવવાની પાડી હતી ના…

ગાંધીનગર કલોલમાં છુટાછેડા બાદ યુવતીએ પરત આવવાની ના પાડતા પૂર્વ પતિએ છરાના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી હતી. કલોલ પોલીસ દ્વારા પૂર્વ પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે. જાહેરમાં કરી હત્યા તમને જણાવી દઈએ કે કલોલમાં શુક્રવારે પૂજા ફાસ્ટ ફૂડ પાસે lથી યુવતી પસાર થઇ રહી હતી ત્યારે ત્યાં તેનો પૂર્વ પતિ આવ્યો હતો અને ઉપરા છાપરી છરાના ઘા ઝીંકીને જાહેરમાં યુવતીની હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.

શું છે સમગ્ર મામલો સૂત્રોના જણાવ્યાનુસાર આરોપી ભાવેશ કેશવાણી અને મૃતક હેમા નંદવાણી એ પ્રેમ લગ્ન કર્યા હતા. મૃતક હેમા નંદવાણી કલોલની દેવીપુજક સોસાયટીમાં રહેતી હતી. પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા તેમણે દોઢ વર્ષ પહેલા છૂટાછેડા લઇ લીધા હતાં. છુટાછેડા બાદ પણ આરોપી ભાવેશ તેની પૂર્વ પત્ની હેમાને પરેશાન કરતો હતો અને તેને ઘરે પરત આવી જવા ધમકી આપતો હતો. જો કે મૃતક હેમા એ પરત ફરવાની ના પાડી હતી. ત્યારબાદ ગુસ્સે થયેલા આરોપીએ જાહેરમાં પૂર્વ પત્ની હેમા નંદવાણીની હત્યા કરી દીધી હતી.

હેમા અને ભાવેશની એક ઓડિયો ક્લિપ પણ મળી આવી છે. જેમાં આરોપી ભાવેશ હેમાને પરત આવી જવા માટે ધમકાવતો જોવા મળ્યો હતો. આરોપી કહ્યું હતું કે જો તું પરત નહીં આવે તો હું તારા આખા પરિવારને ખતમ કરી દઈશ. અને જો તું મારી નહિ થાય તો હું તને બીજા કોઈની પણ નહીં થવા દઉં. જો કે આ સાંભળી હેમા ગભરાઈ ગઈ હતી ત્યારબાદ તેણે પૂર્વ પતિ થી દૂરી બનાવી લીધી હતી

આ તો છૂટાછેડા લેવાનું કારણ તમને જણાવી દઈએ કે હેમા અને ભાવેશે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ હેમાને જાણ થઈ કે ભાવેશ પહેલાથી જ પરિણીત છે તેને એક બાળક પણ છે અને પત્ની જીવિત છે. તેથી હેમાએ ભાવેશથી છૂટાછેડા લઇ લીધા હતાં. જો કે છૂટાછેડા બાદ પણ ભાવેશએ હેમાનો પીછો છોડ્યો નહોતો. હાલ લોકલ ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી છે અને ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાય છે. મૃતકના પરિવારની રાહ જોવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.