સમાચાર

કમોસમી વરસાદને કારણે આ જગ્યાએ આટલું નુકસાન, સૌરાષ્ટ્ર જુદા-જુદા વિસ્તારોમાં

ખેડૂત ભાઈઓ એ સરકાર ને કરી માંગ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે 1,54,187 હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું હતું. જેમાં મુખ્ય ચણા અને જીરું, રાયડો, મેથી જેવા પાકો હતા. તથા સારા પાકની આશાએ ખેડૂતોએ કડકડતી ઠંડીમાં મહેનત કરી હતી. તે તમામ મહેનત જાણે એક જ રાતમાં કમોસમી વરસાદે ધોઈ નાખી છે. તેમજ ધોધમાર વરસાદે જીરુંના ઉભા પાક અને ચણામાં વ્યાપક નુકસાની આપી હતી. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક રાહત આપે તેવી માંગ કરી હતી. તેમાં મેઘરાજાને ખમૈયો કરવા પ્રાર્થના કરી હતી.

સૌરાષ્ટ્ર ના જુદા જુદા જિલ્લા માં વરસાદ પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે રાજકોટમાં ગઈકાલ રાતથી ઝરમર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા. જામનગર શહેરમાં 4 મી.મી. અને ધ્રોલમાં 3, જોડીયામાં 2, લાલપુરમાં 2 મી.મી. વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. શહેરના હાપા અને તાલુકા મથકોના માર્કેટીંગ યાર્ડોમાં વરસાદની આગાહીના પગલે મગફળી, કપાસ, સુકું મરચું સહિતની જણસોની આવક નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવી હતી.

વેપારીઓ નો અમુક માલ ઢાંકી ને રખાયો હતો જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોનો તમામ માલ છાપરા હેઠળ પ્લેટફોર્મમાં રખાયો હોવાનું અને વેપારીઓનો અમુક માલ ખુલ્લામાં પણ ઢાંકીને રખાયો છે. જૂનાગઢ શહેરમાં સવારથી ધાબડ વાતાવરણ છવાયેલું રહ્યું હતું, ઠંડીના અહેસાસ વચ્ચે બપોરના 12 વાગ્યાથી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ઝરમર વરસાદ પડયો હતો, વરસાદી માહોલથી શહેરમાં વાતાવરણ ઠંડુંગાર અને વાદળછાયું રહ્યું હતું.

નુકસાનીનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કૃષિમંત્રી ધ્રોલના ખારવા ગામે પ્રાથમિક શાળા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માવઠાને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય અને જિલ્લાના ખેતીવાડીના અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. શિયાળુ પાકને કેટલું નુકશાન થયું છે તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહીકરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *