હેલ્થ

જો તમારૂ કોલેસ્ટ્રોલ લેવલ શરીરમાં વધી ગયું હોય તો તમારે આ પાંચ ફળોનું સેવન કરવું જોઈએ તેનાથી ખૂબ ફાયદો થશે

મોસમ મોસમ પ્રમાણે ફળ ખાવા એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે વળી શિયાળામાં આ પ્રકારના ફળ ખાવાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે શરીર માં વધારે પડતું કોલેસ્ટ્રોલ જમા થવાથી શરીરમાં હૃદય રોગ આવી શકે છે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે એચ.ડી.એલ કોલેસ્ટરોલ અને એલડીએલ કોલેસ્ટ્રોલ જેમાં એલ ડી એલ કોલેસ્ટરોલ ને શરીર માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. જો તમને પણ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું હોય તો નીચે પ્રમાણેના ફળોનું સેવન કરવું જોઈએ.

સ્ટ્રોબેરી સ્ટ્રોબેરીમાં એન્ટિઓક્સિડન્ટ્સ નામનું તત્વ ખૂબ જ ભરપૂર હોય છે આથી સ્ટ્રોબેરી શરીરમાં જમા થયેલા કોલેસ્ટ્રોલ ને દૂર કરવામાં મદદ કરે છે આથી આપણે ફાયદો ઉઠાવવો જોઇએ સફરજન સફરજનમાં પેક્ટિન અને ફાયબરની ની માત્રા ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે જેના કારણે શરીરમાં જમા થયેલું કોલેસ્ટ્રોલ દૂર થાય છે નથી આપણે આહારમાં સફરજન ખાવું જોઈએ.

ખાટા ફળો ખાટા ફળો જેવા કે લીંબુ અને સંતરા ખાવાથી પણ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે જે કોલેસ્ટ્રોલ એ દૂર કરવામાં મદદ કરે છે અને શરીરની ઇમ્યુનિટી જાળવવામાં પણ મદદ કરે છે દ્રાક્ષ દ્રાક્ષ ખાવાથી પણ શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે. દ્રાક્ષ અને શિયાળા નો સૌથી શ્રેષ્ઠ નાસ્તો કહેવામાં આવ્યો છે દ્રાક્ષ ખાવાથી આપણું વજન ઓછું થાય છે આથી શરીરમાં જમા થયેલું કોલેસ્ટ્રોલ પણ દૂર થાય છે.

એવોકાડો એવોકાડો ખાવાથી પણ આપણે શરીરમાંથી કોલેસ્ટ્રોલ ને નાબુદ કરી શકીએ છીએ. કેટલાક લોકોને એવી ખોટી ધારણા છે કે આનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે પણ તે વાત તદ્દન ખોટી છે ઉપર જણાવ્યા અનુસાર ના ફળોમાં ફ્રૂકટોઝ હોય છે તેમાં શુગરની માત્રા વધારે હોય છે આથી આ ફળો થોડાક માત્રામાં જ લેવા જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *