સમાચાર

કોઠારા હાઈવે પર બાઇક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક સાથે ત્રણ લોકોને અડફેટમાં લેતા એકનું ઘટના સ્થેળે જ મોત

આ ઘટના સવારે અગિયાર વાગ્યાની આસપાસ બની હતી જેમાં અબડાસાના નલિયા કોઠારા હાઇવે પર કાર અને બાઈક જોરદાર સામસામે અથડાયા હતા. જેમાં ત્રણ બાઇક સવારોને સામેથી આવતી ક્રેટા કારે ટક્કર મારી હતી. બાઈક સવારો નલિયા પૈયા તરફ જઈ રહ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણે ત્રણ યુવકો હવામાં ફંગોળાઈ ગયા હતા પરંતુ એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બે યુવક ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેઓને 108 દ્વારા નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા.

આ અકસ્માતમાં ફરજ પરના ડોક્ટર સુરેન્દ્રસિંહ ઘડુંભા સોઢાને મૃત જાહેર કર્યા હતા. હિંમતસિંહ દાદુભા સોઢા અને હરદીપસિંહ ડુંગરસિંહ સોઢા બંને સરખી ઉંમરના અને ગંભીર રીતે ઘવાયેલા બંનેને વધુ સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના સવારે અગિયાર વાગ્યાની આસપાસ બની હતી જેમાં અબડાસાના નલિયા કોઠારા હાઇવે પર કાર અને બાઈક જોરદાર સામસામે અથડાયા હતા.

જેમાં ત્રણ બાઇક સવારોને સામેથી આવતી ક્રેટા કારે ટક્કર મારી હતી. બાઈક સવારો નલિયા પૈયા તરફ જઈ રહ્યા હતા.અકસ્માતમાં કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં ટક્કર કેટલી ગંભીર છે તેનો અંદાજ આ કારની અને બાઇકની હાલત જોઈને લગાવી શકાય છે. ઇજાગ્રસ્ત યુવકોને એમ્બ્યુલન્સ દ્વારા નલિયા રીફર કરવામાં આવ્યા હતા. જેમાં ત્રણ યુવકો પૈકી એકનું મોત થયું છે. જ્યારે અન્ય બે યુવકોને વધુ સારવાર માટે ભુજ ખસેડાયા હોવાનું નલિયાના રમેશ ભાનુશાલીએ જણાવ્યું હતું.

નખત્રાણા નગરના SR પંપ પાસે રાત્રીના સમયે ટ્રિપલ અકસ્માતમાં એક બાઇક સવાર કમલેશનું મોત નીપજ્યું હતું. જ્યારે ટેમ્પો ચાલક અલ્તાફ ઝુમા કુમ્બરને ઈજા થઈ હતી. ઘટના બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, મૃતકનું આખું નામ અને ઈજાગ્રસ્તો વિશે વધુ વિગતો મળી શકી નથી. હાલ મૃતકો અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ભુજ ખસેડવામાં આવ્યા છે.

કોટરા-મથલ વચ્ચે છોટા હાથી (ટેમ્પો) પલટી જતાં 4 ઘાયલ નખત્રાણા તાલુકાના કોટરા-મથલ વચ્ચે રવિવારે બપોરે એક છોટા હાથી (ટેમ્પો) પલટી જતાં ચાર ઘાયલ થયા હતા. કોલી (ઉં.વ.18), પુરબેન અધુભાઇ કોલી (ઉં.વ.32) અને વરૂણ રમેશભાઇ કોલી (ઉં.વ.12)ને ઇજાઓ થતાં રામપર અબડામાં રહેતા જીતેન્દ્ર છગનભાઇ કોળીને જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની નોંધ લઈ કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published.