સમાચાર

પતિએ પત્નીની ઉપર નજર રાખતા પાડોશી યુવકોને આપ્યો ઠપકો, તો તેનું વેર વાળવા યુવાનોએ પરિણીતાની હત્યા કરી નાખી

જિલ્લાના શાપર વેરાવળ ગામ ખાતે એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો છે. આ કિસ્સામાં પડોશમાં રહેતા સોનુ અને શંભુ નામના બે શખ્સોએ બીજા વ્યક્તિઓ સાથે મળીને પરપ્રાંતીય મહિલાની હત્યા કરી નાખી છે. મહિલાને માથાના ભાગમાં લોખંડનો સળીયો માર્યો અને તેની હત્યા કરી નાખવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં સોનું અને શંભુ સહિત ચાર જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મળેલ માહિતી અનુસાર મૂળ બિહારના વતની અને હાલમાં રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા અને ત્યાંની જ એક ઓરડીમાં રહેતા સબન કુમારી ચૌહાણ નામની પરણિતા પોતાના ઘરે રસોઈ બનાવી રહી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા ઉત્તર પ્રદેશના સોનુ અને શંભુ એ તેને હેરાન કરી હતી. અને ત્યારબાદ તેને લોખંડના સળીયા વડે માથામાં ઘા મારીને પરિણીતાનું મોત નિપજાવી દીધું હતું.

સમગ્ર ઘટનામાં કારખાને ગયેલા મહિલાના પતિએ ઘરે પરત આવતા જોયું તો તેની પત્ની લોહીલુહાણ હાલતમાં પડી હતી જ્યારે કે તેના સંતાનો તેને જોઇને રડી રહ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં જ શાપર વેરાવળ પોલીસ મથકનો સમગ્ર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ મહિલાના શવને પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી પીએમ માટે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં દેવામાં આવી હતી. સમગ્ર મામલે મૃતકના પતિએ પોલીસને એવું જણાવ્યું છે કે, તેના લગ્ન મૃતક મહિલા સાથે ૬ વર્ષ પહેલા થયા હતા.

દંપતીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી આમ બે બાળકો છે. પતિએ પોલીસને એવું જણાવ્યું છે કે, સોનુ અને શંભુ ત્યાં બાજુની જ કંપનીમાં કામ કરી રહ્યા છે. મારી પત્ની ગઈકાલે ઘરે રસોઈ બનાવી રહી હતી તેમજ કપડાં બદલતી હતી. ત્યારે સોનુ ઓરડીની બારીમાંથી ખરાબ નજરે મારી પત્નીને કપડાં બદલતી જોઈ રહ્યો હતો. આ દરમિયાન મારી પત્નીએ તેને સમજાવ્યો હતો. તેમજ મને પણ ફોન કરીને ઘરે આવવા કહ્યું હતું. મારા ઘરે પહોંચ્યા બાદ મારી પત્નીએ મને બધી હકીકત કીધી અને મે સોનુને પણ સમજાવ્યો હતો અને ત્યારપછી તે પોતાના ઘરે જતો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *