ઇતિહાસમાં પહેલીવાર કપાસનો સર્વોચ્ચ ભાવ પર પહોચ્યો, જાણો તમારા શહેરના આજના ભાવ

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં ‘વ્હાઇટ ગોલ્ડ’ ગણાતા કપાસની ઘટતી આવકો વચ્ચે જીનર્સો દ્વારા જબરી ડિમાન્ડ નીકળતા ઐતિહાસિક સ્તરે કપાસના પ્રતિ મણના રૂ.૨૭૦૦ સુધીના ભાવ પણ બોલાયા છે. જેતપુર યાર્ડમાં સૌથી વધુ કાચા કપાસના મણના રૂ.૨૭૦૦ના ભાવ બોલાયા હતા, તો રાજકોટ શહેરમાં રૂ.૨૬૨૫ અને ગોંડલમાં રૂ.૨૫૭૧ સુધીના ભાવ બોલાતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, હાલ માર્કેટિંગ મથકોમાં કપાસની ગુણવત્તા ખૂબ જ સારી આવતી હોવાથી ભાવ જેટની ગતિએ ઊંચકાયા છે. જેતપુર યાર્ડના સૂત્રોએ એવું જણાવ્યું હતું કે, કપાસની ૫૯૦ ક્વિન્ટલની આવકે પ્રતિ મણના રૂ.૧૭૧૧ થી ૨૭૦૦ના ભાવ બોલાયા હતા. રાજકોટ યાર્ડમાં ૨૩૩૦ ક્વિન્ટલની આવકે પ્રતિ મણના રૂ.૨૦૦૦ થી ૨૫૯૯ના ભાવ પણ બોલાયા હતા.

એક એન્ટ્રી રૂ.૨૬૨૫ની પણ પડી હતી. ગોંડલ યાર્ડમાં કપાસની ૧૧૨૫ ક્વિન્ટલની આવકે રૂ.૧૧૦૧ થી ૨૫૭૧, વાંકાનેર યાર્ડમાં ૧૦૦ ક્વિન્ટલની આવકે રૂ.૧૭૦૦ થી ૨૩૭૫, જસદણ યાર્ડમાં ૧૦૦૦ ક્વિન્ટલની આવકે રૂ.૧૯૫૦ થી ૨૭૦૦, મોરબી યાર્ડમાં માત્ર ૫૧ ક્વિન્ટલની આવકે રૂ.૧૭૮૫ થી ૨૨૧૫, જામજોધપુર યાર્ડમાં ૧૪૦ ક્વિન્ટલની આવકે રૂ.૧૮૦૦ થી ૨૫૦૦.

જામનગર યાર્ડમાં પ્રતિ મણના રૂ.૨૫૫૦ થી ૪૧૩૦ તેમજ બોટાદ યાર્ડમાં ૧૯૯૮ ક્વિન્ટલની આવકે રૂ.૧૪૭૫ થી ૨૬૪૧ના ભાવ બોલાયા હતા. આ સાલ વિશ્વભરમાં કપાસની ઉપજમાં ખાંચો પડી ગયો છે. ખાસ કરીને અમેરિકા, ચીન, ભારત તેમજ અન્ય દેશોના ખેડૂતોની નજર કપાસ પર કેન્દ્રિત થતા જ કપાસનું ઉત્પાદન વધશે તેવી ધારણા મુકવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.