સમાચાર

કુરકુરે કંપનીમાં ઉડ્યા કુરચેકુરચા! કાન ફાડી નાખે તેવો થયો ધડાકો આખરે કેવી રીતે બની ઘટના ?

ઘટના બિહારના મુઝ્ફફરપુરની કુરકુરે ફેકટરીમાં બની. બોઇલર પ્રચંડ ધડાકા સાથે ફાટતા જ 6 લોકોના કુરચેકુરચા ઉડી ગયા જ્યાં આ કરૂણ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો. મુઝ્ફ્ફરપુરમાં બેલા ઓદ્યોગિક વિસ્તારમાં કુરકુરેની ફેકટરીમાં બોઇલર ફાટતા વિસ્ફોટ થયો જેમાં મળતા પ્રાથમિક અહેવાલો મુજબ 6 લોકોના મોત થયા છે તો 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, એક કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાવ્યો હતો. લોકોને ભૂકંપની આશંકા થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. જો કે ફેટ્કરીમાં ધૂમાડાના ગોટે ગોટા જોવા મળતાં લોકો દોડી આવ્યાં હતા અને ચીચીયારીઓની અવાજ સાથે નાસભાગ મચી ગઇ હતી.

ઘાયલોની મદદ માટે ફાયર ટીમ પહોંચી ગઇ હતી. તો ઘટના બાદ યુદ્ધ ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઇ હતી જેમાં 12થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કઢાયા હતા. જેને ગંભીર ઇજા પહોંચી હોવાથી તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે

થરાદની મુખ્ય કેનાલમાંથી મળી પ્રેમી યુગલની હાથ બાંધેલી હાલતમાં લાશ થરાદની મુખ્ય કેનાલમાંથી લાશ મળવાની સિલસિલો યથાવત છે. થરાદના આજાવાડા પુલ નજીકથી યુવક અને યુવતીની લાશ મળી આવી છે. બન્ને યુવક યુવતીના હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે. થરાદ મિયાલની યુવતી અને મહેરા ગામના યુવક બે દિવસ પહેલા થયા હતા ગુમ. સ્થાનિક લોકો અને ગ્રામજનોએ તરતી લાશને અટકાવી થરાદ પોલીસને કરી જાણ હતી. પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *