કુટુંબના કંકાસને કારણે એક માતાએ પોતાના 6 બાળકોને કુવામાં ફેકી નાખ્યા, મજબુરીમાં માતા બની પોતાના જ બાળકની હત્યારી

હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માતાએ એક પછી એક 6 બાળકોને કૂવામાં ફેંક્યા, તમામ બાળકોના મોત મૃતકોમાં પાંચ છોકરીઓ અને એક છોકરો સામેલ છે. મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક માતાએ પોતાના 6 બાળકોને એક પછી એક કૂવામાં ફેંકી દીધા અને બહાર બેસીને તેમને મરતા જોયા. તમામ બાળકો મૃત્યુ પામ્યા. ઘટના બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, એવું જાણવા મળ્યું છે કે પારિવારિક વિવાદને કારણે મહિલાઓએ આ પગલું ભર્યું હતું. આ દર્દનાક ઘટના રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના બોરવાડી ગામમાં થયો હતો. મંગળવારે સવાર સુધીમાં તમામ છ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં પાંચ છોકરીઓ અને એક છોકરો સામેલ છે.

મહિલાએ આ પગલું કેમ ભર્યું? મહિલાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે સોમવારે સવારે તેના સાસરિયાઓએ તેને ખૂબ માર માર્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલી મહિલાએ રાત્રે જ પોતાના બાળકોને મારવાનું પગલું ભરી લીધું હતું. મહિલાએ જણાવ્યું કે તેના સાસરિયાંના લોકો તેને માર મારતા હતા, તેથી તેણે આ પગલું ભર્યું હતું.

મૃતક બાળકોની ઉંમર 10 થી 3 વર્ષની વચ્ચે છે. આરોપી માતાનું નામ રૂના ચિખુરી સાહની (30) છે. મૃતકોની ઓળખ રોશની (10), કરિશ્મા (8), રેશ્મા (6), વિદ્યા (5), શિવરાજ (3) અને રાધા (3) તરીકે થઈ છે. બાળકોના મોતની પુષ્ટિ થયા બાદ મહિલાએ પણ આત્મહત્યા કરવા માટે કૂવામાં કૂદી પડ્યું, પરંતુ લોકોએ તેને બચાવી લીધી. ઘટનાની માહિતી મળતા જ મહાડના ધારાસભ્ય ભરત ગોગાવલ પોલીસની સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મહિલાની ધરપકડ કરી હતી.

મંગળવારે સવાર સુધીમાં તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આવી જ ઘટના લાતુરમાં પણ બની હતી.આ પહેલા વિદર્ભના લાતુર જિલ્લામાં એક મહિલાએ તેના પતિ સાથેના વિવાદ બાદ તેના 2 વર્ષના બાળકને કૂવામાં ફેંકી દીધો હતો. આ પછી મહિલાએ તેના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. પરિવારને પહેલા તો વિશ્વાસ ન આવ્યો અને મોડી રાત સુધી કૂવામાં શોધખોળ શરૂ કરી. બાદમાં પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *