સમાચાર

જીજાની સાળી પર નિયત બગડી ને કર્યા લગ્ન બાદમાં બે પત્નીઓના ચક્કરમાં થયું એવું કે…

આ બનાવની માહિતી એવી છે કે, આ કેસમાં પોલીસ ઓફિસર સંજીવ કુમારે એવું કહ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ તો પારિવારિક કંકાસમાં આત્મહત્યાનો મામલો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ આખા કેસની તપાસ કરી રહી છે. આ ઘટના બિહારના ગોપાલગંજ જિલ્લાના જાદોપુર વિસ્તારની છે. જાદોપુર વિસ્તારનો એક વ્યક્તિ પત્ની હોવા છતા તેની સાળી સાથે પ્રેમ સંબંધ બંધાઇ ગયો હતો, અને વારંવાર શારીરિક સંબંધ પણ બંધાયા હતા, પછી આ વાત આગળ વધી અને તે યુવકે તે યુવતી એટલે કે તેની સાળી સાથે લગ્ન કરી લીધા અને હવે અંતે તેને આ લગ્ન મોંઘા પડ્યા હોવાની વાત સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર તે વ્યક્તિને તે લગ્નની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી હતી. આ આખી ઘટના જાદોપુર વિસ્તારમાં આવેલા એક ગામડાની છે, જ્યાં એક વ્યક્તિએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તે વ્યક્તિનો મૃતદેહ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ એવો છે કે મૃતક ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લાના તરયાસુજાન વિસ્તારનો રહેવાસી હતો. હાલમાં તે પોતાની સાસરીમાં રહેતો હતો, અને અહીં જ તેણે આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટનાની એવી માહિતી મળી આવી છે કે, આ કેસમાં પોલીસ અધિકારી સંજીવ કુમારે જણાવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિથી આ મામલો પારિવારિક કંકાસનો લાગી રહ્યો છે. પોલીસ આ આખા કેસની તપાસ કરી રહી છે. અને વળી બીજીબાજુ ગ્રામજનોનું એવું કહેવુ છે કે યુવકના લગ્ન આઠ વર્ષ પહેલા થઈ ગયા હતા, લગ્ન બાદ યુવક પત્નીની સાથે ઘરજમાઈ બનીને સાસરીમાં રહેવા લાગ્યો હતો, આ દરમિયાન તે યુવકને તેની સાળી સાથે પ્રેમ થઇ ગયો.

તેની સાળી સાથે સંબંધ બંધાઇ ગયા, અને સાથે શારીરિક સંબંધો પણ બાંધી દીધા હતા. જીજા અને સાળી વચ્ચે એટલો બધા ગાઢ પ્રેમ સંબંધો બંધાઇ ગયા કે બન્નેએ ચાર વર્ષ પહેલા જ લગ્ન કરી લીધા હતા. એવું જાણવા મળી રહ્યું છે કે, બુધવારે રાત્રે બન્ને પત્નીઓ વચ્ચે કઈક વાતને લઇને જોરદાર ઝઘડો થઈ ગયો હતો, જે પછી પતિએ તે રાત્રે કંટાળીને એક રૂમમાં ગયો અને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ગ્રામીજનોએ ગુરુવારે આની જાણકારી પોલીસને આપી હતી, પોલીસે યુવકના મૃતદેહને કબજામાં લઇને મેડીકલ પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *