ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પુત્ર રિષભ લગ્ન ગ્રંથીથી જોડાયો -તસ્વીરો

રૂષભ રૂપાણી અને અદિતિ માંડવીયા વર્ષ ૨૦૧૪ થી એકબીજાના પ્રેમમાં છે. વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૩ સુધી ઋષભ રૂપાણી અને અદિતિ માંડવીયા બંને ધોળકિયા સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. વર્ષ ૨૦૧૪માં કોલેજકાળમાં બંને વચ્ચે પ્રેમના બીજ રોપાઈ ગયા હતા. ઋષભ રૂપાણીએ નિરમા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. જ્યારે કે અદિતિએ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. માસ્ટર ડિગ્રી કરવા માટે ઋષભ રૂપાણી અમેરિકા ગયો હતા.

જ્યારે કે અદિતિએ વેલ્લોરમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતી હતી. બંને પ્રેમી પંખીડા વચ્ચે ચાર વર્ષ જેટલી લોન્ગ ડિસટન્સ રિલેશનશીપ પણ રહેલી છે. તેમ છતાં પણ બંનેના પ્રેમમાં ક્યારેય પણ ઓટ આવી નથી. ઋષભ રૂપાણી જ્યારે પણ વર્ષમાં ભારત આવતા હતા ત્યારે બંને અચૂક મળતા રહેતા હતા. ૧૭ એપ્રિલ રવિવારના રોજ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન એવા વિજયભાઈ રૂપાણી ના દિકરા ઋષભ રૂપાણીના લગ્ન અદિતિ માંડવીયા સાથે કરવામાં આવ્યા છે.

ત્યારે આ લગ્ન સમારોહમાં રાજ્યના રાજ્યપાલ એવા દેવવ્રત આચાર્ય, રાજ્યના મુખ્યપ્રધાન એવા ભુપેન્દ્રભાઈ પટેલ, રિલાયન્સ ગ્રુપના પરિમલ નથવાણી, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ સહિતના અનેક રાજકીય તેમજ ઔદ્યોગિક જગતની હસ્તીઓ હાજર હતી. રૂપાણી પરિવારને ત્યાં લગ્ન ઉત્સવની શરૂઆત ૧૫મી તારીખ થી શરૂ થઈ ગઈ હતી. ત્યારે લગ્ન ઉત્સવ અંતર્ગત આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે એક ભવ્ય રિસેપ્શન પણ યોજવામાં આવશે.

આ નવ દંપતી વચ્ચે અનેક સામ્યતાઓ પણ રહેલી છે. ઋષભ અને અદિતિ બંને વાંચનનો, ફરવાનો તેમજ ટ્રેકિંગનો પણ શોખ ધરાવે છે. ઘણી વખત બંને ટ્રેકિંગમાં પણ સાથે ગયેલા છે. પૂર્વ મુખ્યપ્રધાન એવા વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી અને અદિતિ માંડવીયાની લવ સ્ટોરી ખરેખર આજના યુવાધન માટે ખરા અર્થમાં પ્રેરણાદાયી છે. ઋષભ અને અદિતિ છેલ્લા આઠ વર્ષથી એકબીજાના પ્રેમમાં પડેલા છે. ત્યારે ૧૮મી તારીખનાં રોજ બંને કાયમી માટે લગ્નગ્રંથિમાં એકબીજાની સાથે જોડાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published.