ચેતવણી સમાન કિસ્સો: લગ્ન કરીને આંદામાન નિકોબારમાં હનિમૂનની મોજ માણીને પતિ ભાગી ગયો અમેરિકા અને દહેજની માંગ કરીને

સુરત શહેરમાં અમેરિકામાં રહેતા એક યુવક સાથે દીકરીના લગ્ન કરાવ્યા બાદ સાસરિયા વાળાએ ૫૦ લાખ રૂપિયાનું દહેજ માગ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પતિ અને સાસરિયા વાળાઓ વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી દીધી છે. અહી ઉલ્લેખનિય છે કે, લગ્ન બાદ ૧૦ દિવસ હનિમૂન માટે આંદામાન અને નિકોબાર ગયા હતા. જેના પાંચ દિવસ પછીથી પતિ અને સાસુ-સસરા અમેરિકા ચાલ્યા ગયા હતા.

ત્યારબાદથી પતિ માત્ર એકવાર પહેલી એનિવર્સિરીના દિવસે જ પાછો આવ્યો હતો અને ફરી પાછો અમેરિકા જતો રહ્યો હતો. વર્ષ ૨૦૨૦માં બંનેના લગ્ન થયા હતા સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતી એક ૨૬ વર્ષીય યુવતીએ મહિલા પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચાર અને દહેજની માગની પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી દીધી છે. ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે, બન્નેના લગ્ન જહાંગીરપુરા ઇચ્છાનાથ સોસાયટીમાં રહેતા અને અમેરિકા સ્થાયી થયેલા કંદર્પ કુમાર જગદીશ મિસ્ત્રી સાથે ફેબ્રુઆરી ૨૦૨૦માં થયા હતા.

હનિમૂનથી આવ્યાના પાંચ દિવસ બાદ પતિ અમેરિકા જતો રહ્યો લગ્ન પછી આંદામાનમાં હનીમૂન મનાવ્યાના પાંચ દિવસ પછી પત્નીને સુરત મૂકી અને પતિ કંદર્પ માતા અને પિતા સાથે પરત અમેરિકા જતો રહ્યો હતો. થોડા જ સમયમાં પત્નીને પણ અમેરિકા બોલાવી લેવા માટેની ફાઇલ મૂકશે તેવું તેણે કહ્યું હતું. જહાંગીરપુરામાં વયોવૃદ્ધ કાકા સસરા અને કાકી સાસુ એકલા રહેતાં હોય દર અઠવાડિયે તેમની ખબર કાઢવા માટે જતા અમેરિકા ગયેલો પતિ એક વર્ષ સુધી સુરત પરત આવ્યો ન હતો. આ સાથે જ તેણે ૫૦ લાખના દહેજની માગ કરી હતી.

પહેલી મેરેજ એનિવર્સરીએ સુરત આવેલો પતિ થોડાક દિવસ માટે દુબઇ ફરવા લઇ જઇ અને પત્નીને પરત સુરત મૂકી ગયો હતો. અમેરિકા પરત જતાં જ પતિ અને સાસુ-સસરાએ પચાસ લાખ લઇ આવવા માટે દબાણ શરૂ કર્યું હતું. સુરતમાં રહેતા કાકા સસરા અને કાકી સાસુએ પણ તેમાં તેની મદદ કરી હતી. બે વર્ષ સુધી પરણી અને અમેરિકા લઇ જવાને બદલે અમેરિકા બોલાવવા માટે જે ફાઇલ મૂકી હતી. તે પણ કેન્સલ કરાવી દીધી હતી. અમેરિકામાં રહેતા પતિ અને સાસરિયાવાળાઓ ફોન કરી અને ત્રાસ આપતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.