લગ્ન મંડપ સુધી વરરાજો પહોંચે તે પહેલા જ કારને નડ્યો અકસ્માત, એક વ્યક્તિનું મૃત્યુ, એસ.ટી બસ ડ્રાઈવર એવી ખરાબ રીતે બસ ચલાવી રહ્યો હતો કે… Gujarat Trend Team, July 10, 2022 કોરોના કાળ દરમિયાન સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનામાં ધરખમ ઘટાડવા આવ્યો હતો દેશમાં અકસ્માત ખૂબ જ નહિવત પ્રમાણમાં થવા લાગ્યા હતા. પરંતુ જ્યારથી lockdown સમાપ્ત થયું છે ત્યાર પછી દેશમાં અકસ્માતની ઘટના સંખ્યામાં સતત અને સતત વધારો થયો રહ્યો છે ત્યારે આજે આવો જ એક કિસ્સો રાજકોટ માંથી સામે આવી રહ્યો છે. રાજકોટ જામનગર હાઇવે પર ધ્રોલ પાસે વરરાજાની કાર અને એસટી બસ સાથે અકસ્માત થયું હતું અને આ સમગ્ર ઘટનામાં કારચાલકનું ઘટના સ્થળે છે મોત થયું હતું જ્યારે આ અકસ્માતમાં ચાર બાળકો તેમજ ચાર યુવકોને બીજા પહોંચી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા અકસ્માતના તસવીરો જોઈને કોઈ પણ લોકો ને ધ્રુજાવી દે તેવી છે. તસવીરોમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે કાર એક એસટી બસ સાથે ટક્કર બાદ કારની બોનેટ ના ભુકા નીકળી ગયા હતા ઇજાગ્રસ્ત લોકો પાસેથી જાણવા મળ્યું કે એસટી બસના ડ્રાઇવર ખૂબ જ બેદરકારી થી બસ ચલાવી રહ્યો હતો અને તેના કારણે આ સમગ્ર અકસ્માત સર્જાયો છે જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના ખીજડીયા ગામ થી વરરાજાની કાર અને અકસ્માત નડ્યો હતો. વરરાજા ની આકાર એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને કારના બોઇલેટ થી લઈને આગળના ભુક્કા નીકળી ગયા હતા. અકસ્માત રાજકોટ જામનગર હાઇવે ધ્રોલ પાસે આવેલા સાય મંદિરની નજીક હોવાનું ત્યારે સમાચાર મળી રહ્યા છે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને વધુ સારવાર અર્થે બધા જ લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માત થયાને થોડા સમય બાદ જ 108 ને આ સમગ્ર ઘટનાની જાણ થતા જ તેઓ ઇમર્જન્સી સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર જલ્દીમાં જલ્દી મળે તે માટે હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા, આ સમગ્ર ઘટનામાં મૃત્યુ પામેલા કારચાલકની વાત કરીએ તો તેનું નામ રાજુભાઈ હોવાનું અત્યારે હાલ સામે આવી રહ્યું છે. પોલીસ કર્મચારીઓએ પણ પંચનામાની આગળની કાર્યવાહી કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમ ખાતે મોકલી દેવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા ઇજાગ્રસ્ત વ્યક્તિ અને પરિવારજનોનું કહેવું એમ છે કે એસટી બસનો ડ્રાઇવર ખૂબ જ બેદરકારી પૂર્વક બસ ચલાવી રહ્યો હતો અને તેને કારણે આ સમગ્ર અવકાશમાં સર્જાયો છે. સમાચાર