સમાચાર

લગ્નમાં હવે 150 જ માણસોની મંજૂરી આપવામાં આવી છે, ગૃહ વિભાગ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે

22 જાન્યુઆરી સુધી આ નિયમ લાગુ કરવામાં આવશે લગ્ન પ્રસંગમાં અને ધાર્મિક પ્રસંગોમાં માત્ર 150 વ્યક્તિઓની જ હાજરી અનિવાર્ય ગણવામા આવશે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક મીટીંગ બોલાવી હતી આજકાલ દિવસેને દિવસે કોરોના ના કેસો ખૂબજ વધી રહ્યા છે એક જ દિવસમાં સાત હજાર કરતાં વધુ કોરોના ના કેસ ચાલી રહ્યા છે ગૃહ વિભાગે લગ્ન પ્રસંગ અને ધાર્મિક તહેવારો ના અનુસંધાને એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

સરકારની નવી ગાઇડલાઇન મુજબ હવે લગ્ન પ્રસંગોમાં માત્ર 150 વ્યક્તિઓની જ હાજરી અનિવાર્ય ગણવામા આવશે ઉપરાંત ધાર્મિક તહેવાર અથવા તો કોઈ પણ રાજનૈતિક કાર્યક્રમમાં પણ દોઢસો કરતા વધારે વ્યક્તિ અનુમતિ આપવામાં આવશે નહીં રાત્રે 10:00 પછી પણ લગ્ન ની પાર્ટી અથવા રિસેપ્શન પણ રાખવામાં આવશે નહી જો રાતના ૧૦ વાગ્યા પછી કોઈ પણ રિસેપ્શન કરતા ઝડપાશે તો તેના ઉપર એપિડેમિક એક્ટ લાગુ કરવામાં આવશે.

હવે ચૌદ જાન્યુઆરી બાદ એટલે કે ઉતરાયણ બાદ કમુરતા ઉતરી જાય છે એટલે લગ્ન ની સીઝન પાછી ચાલુ થાય છે એટલે સરકાર એ અગાઉ 400 વ્યક્તિ સાથે લગ્ન ની અનુમતિ આપી હતી પણ હવે કોરોના ના કેસ વધતા સરકાર એ તેમાં ખુબ જ કડક નિયમો લાગુ કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *