સમાચાર

લગ્નમાં અચાનક જ વરરાજાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને બાદ થયું મૃત્યુ, લગ્નમાં મંગળ ગીતોની જગ્યાએ મરશીયા…

માંડવીના અરેઠમાં ખુબ જ દુઃખદ ઘટના સામે આવી છે. એક વરરાજાને ડાન્સ કરતા કરતા જ અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા મૃત્યુ પામ્યો હતો અને ખુશીનો પ્રસંગ માતમ માં છવાય ગયો હતો. ખભા પર બેસીને ડાન્સ કરતી વખતે વરરાજાને છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો.વરરાજાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ મૃત્યુ થયું હતું

સુરત જિલ્લાના અરેઠ ગામમાં લગ્નગીતોને બદલે મરશીયા ગીતો ગાવાનો વારો આવી ગયો હતો.લગ્નમાં ડાન્સ કરતી વખતે વરરાજાને છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન વરરાજાનું મોત થયું હતું. જેથી પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

મંડપ મુહૂર્ત બાદ વરરાજા ડીજેમાં નાચતા હતા. વરરાજાના ઘરે રાખવામાં આવેલા મંડપ મુહૂર્ત પ્રસંગે ડાન્સ કરી રહેલા વરરાજા ને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવકના અંતિમ સંસ્કારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.વરરાજા નો વરઘોડો કાઢવાને બદલે તેની સ્મશાન યાત્રા નીકળી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાના અરેઠ ગામે રહેતા મિતેશભાઈ ચૌધરી (33)ના લગ્નનો મંડપ મુહૂર્ત ચાલતો હતો.મંડપ મુહૂર્ત નિમિત્તે સાંજના ભોજન સમારંભના કાર્યક્રમના સમાપન બાદ ડીજેનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ડીજેના આ કાર્યક્રમમાં બધા નાચી રહ્યા હતા.

દરમિયાન વરરાજા મિતેષભાઈ પણ જોડાયા હતા. જેમને ડાન્સ કરતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી પરિવાર એ વરરાજા ને મોટરસાઇકલ પર તાત્કાલિક ધોરણે સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતો. જ્યાંથી બારડોલી લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

Leave a Reply

Your email address will not be published.