લેખ

દીકરાના લગ્નમાં પોતાની પુત્રવધુ સાથે થયું એવું જાણીને તમે ચોકી જશો

આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, કોણ ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. દરરોજ નવી નવી ઘટનાઓ સામે આવતી રહે છે. જે જાણીને આપણે આશ્ચર્યમાં મુકાઈ જઈએ છે. અને આપણને લાગે કે શું ખરેખર આવું બની શકે ? આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ એક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. હા, અમે ખરેખર બિહાર રાજ્યની વાત કરી રહ્યા છીએ, જ્યાં આવા સમાચાર સામે આવ્યા છે કે જેને સાંભળીને જ તમારા હોશ ઉડી શકે છે.

સાંભળવામાં કેટલું વિચિત્ર લાગે છે, જો સસરા તેની જ પુત્રવધૂ સાથે લગ્ન કરે. ભલે તે વિચિત્ર લાગે પણ તે સાચું છે. ખરેખર, આ મામલો બિહારના ઓમપ્રકાશ લાલ યાદવ (નામ બદલાવેલ છે.) ના ઘરનો છે. હા- ખરેખર, બિહાર રાજ્યના સમસ્તીપુર જિલ્લામાં એક 65 વર્ષીય ઓમપ્રકાશ લાલે તાજેતરમાં જ પોતાની 21 વર્ષીય પુત્રવધૂ, દિવ્યા (નામ બદલાવેલ છે.) સાથે લગ્ન કર્યા છે. તે જ સમયે જ્યારે લોકોએ આ વિશે પૂછવાનું શરૂ કર્યું, ત્યારે તેઓએ તેમના લગ્નજીવનને મજબૂરી ગણાવ્યા.

મળતી માહિતી મુજબ ઓમપ્રકાશ લાલે જણાવ્યું હતું કે, તેણે આ લગ્ન મજબૂરીમાં કર્યા જેથી તે છોકરીના ઘરની આબરૂ સચવાઈ રહે. ઓમપ્રકાશ લાલે નજીકના ગામની એક યુવતી સાથે તેમના પુત્ર રાકેશ (નામ બદલાવેલ છે.)ના લગ્ન નક્કી કર્યા હતા. પણ છોકરી તેને ગમતી નહોતી. અને તે બીજી છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ રાકેશે તેના પિતા ઓમપ્રકાશ લાલને આ વાત કદી કહી નહોતી. દિવસો જતા રહ્યા અને અંતે લગ્નનો દિવસ આવી ગયો. પરંતુ લગ્નના આગલા દિવસે જે બન્યું તે જાણી બધા આશ્ચર્ય ચકીત થઈ ગયા.

કારણ કે લગ્નના આગલા દિવસે ઓમપ્રકાશ લાલનો પુત્ર રાકેશ ઘરેથી ભાગી ગયો હતો. જો કે, જ્યારે પરિવારે વરરાજાની શોધ કરી અને જ્યારે તે ક્યાંય મળ્યો નહીં ત્યારે તેમણે યુવતીના પરિવારના સભ્યો સાથે વાત કરી. આ વાત સાંભળીને છોકરીના પરિવારજનો ગુસ્સે થઈ ગયા. અને તેઓએ આ જ ઘરમાં લગ્ન કરવાની વાત કરી. યુવતીના સંબંધીઓએ જણાવ્યું હતું કે જો અમારી દીકરીના લગ્ન નહીં થાય તો અમારી આબરૂ જશે. જ્યારે બંને પરિવારોએ સાથે બેસીને વાત કરી ત્યારે ઓમપ્રકાશ લાલ સાથે લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. તે પછી શું થયું કે ન ઈચ્છવા છતાં ઓમપ્રકાશ લાલે તેમના કરતા 40 વર્ષ નાની મહિલા સાથે લગ્ન કરવા પડ્યા.

અને તે કન્યાને ઘરે લાવ્યા. જો કે, બંનેની સંમતિથી ઓમપ્રકાશ લાલે મહિલાને છૂટાછેડા આપી દીધા હતા. જ્યારે આ વિશે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે કેટલીક ધાર્મિક વિધિઓ મુજબ યુવતીના લગ્ન સમયસર થવા જોઈએ. તેથી તેણે આ છોકરી સાથે લગ્ન કર્યા છે. વધુમાં ઓમપ્રકાશ લાલે જણાવ્યું હતું કે દીકરાના ભાગી ગયા પછી તેણે વિચાર્યું કે આનાથી દીકરીના પરિવારની ઘણી બદનામી થશે અને બંને પરિવારોનો માન જાળવવા તેણે દિવ્યા સાથે લગ્ન કર્યા. પોલીસ આ સમાચારમાં કેટલી સત્યતા છે તે તપાસવા કામ કરી રહી છે અને ઘણા લોકો કહે છે કે વૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરીને 21 વર્ષની બાળકીનું જીવન બરબાદ થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *