લગ્નના એક દિવસ પેહલા જ છતરપુરમાં એક યુવતી ની લાશ તળાવ પાસે થી મળી આવી છે.આ યુવતી એ વહેલી સવારે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે યુવતી ઘરે ન મળતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોતાની શોધખોળ ચાલુ કરતા યુવતીનો મૃતદેહ તળાવ પાસેથી મળી આવ્યો હતો. તેની સાથે યુવતીનો મોબાઈલ ફોન પણ હતો. યુવતીની લાશને પીએમ માટે મોકલી દેવામાં આવી છે.
છતરપુર માં એક 22 વર્ષ ની યુવતી નીલુ બાશંકરે તળાવ માં કૂદી જઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના છતરપુર ના બક્યાન ખિડકી માર્ગની છે. નીલુ ને તેની ઘરની બાજુમાં
રહેતા છોકરા રાહુલ આહીર એ ઘરે આવીને ઘમકી આપી હતી કે “તે જો અન્ય કોઈ છોકરા સાથે લગ્ન કરશે તો તેને ઉપાડી જશે અને છોકરા અને તેને બન્ને ને મારી નાખશે” અને નીલુ આ વાતથી ખુબજ ડરી ગઈ હતી.અને આ પગલું ભર્યું હતું. ડર ના કારણે નીલું એ પોલીસને જાણ કરી ન હતી
સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ૧૫મી મેના રોજ લગ્ન હતું અને જાન પણ આવવાની હતી. પરંતુ રાહુલના આ ધમકી ભર્યા વર્તનને લીધે નીલુ ખૂબ જ ડરી ગઈ હતી. આથી સવારે પાંચ વાગ્યે નીલુ એ ઘરમાં કોઈને પણ જાણ કર્યા વગર તળાવમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
ઘરે નીલુ ન હોવાથી સૌને લાગ્યું કે કદાચ નીલુ બહાર શૌચાલય કરવા ગઈ હશે પણ વધારે સમય નીકળી જતા પરિવારજનો તેની શોધખોળ કરવા નીકળી પડ્યા હતા. પરંતુ નીલુ ન મળતાં આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસને યુવતી ની લાશ તળાવ પાસેથી મળી આવી હતી સાથે તેનો મોબાઈલ પણ હતો..