લગ્નના થયાના 13 વર્ષ બાદ પણ પતિએ અન્ય મહિલા સાથે ચક્કર ચાલુ જ રાખ્યા, પત્ની સમજાવવામાં રહી ગઈ અને પતિએ બીજા લગ્ન પણ કરી લીધા…

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક પરિણીતા પોતાના પતિને પોતાનો હોવાનું સમજી અને રહેતી હતી પણ તેનો પતિ એક નહીં બીજી અનેક મહિલાઓ સાથે સંબંધ રાખતો હતો. આ સમગ્ર પ્રકરણમાં મહિલાને ખબર પડી કે લગ્નના થયાના ૧૩ વર્ષ બાદ પણ પતિએ કોઈ અન્ય સાથે લગ્ન કરી લીધા છે. આ વાતની જાણ થતાં જ પતિએ પત્નીને ધમકી આપી દીધી હતી. આખરે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

લગ્નના થયાના ૧૩ વર્ષ સુધી પત્નીને સરખી રીતે રાખી અમદાવાદ શહેરના દાણીલીમડામાં રહેતી એક પરિણીતાના લગ્ન ૨૦૦૯માં થયા હતા. લગ્નના ૧૩ વર્ષ સુધી તેના પતિએ તેને સરખી રીતે રાખી હતી. પણ બાદમાં બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતાં જ મહિલાએ પતિને આ અંગે પૂછતાં તેણે હવે કોઈ સાથે બહાર સંબંધ નહિ રાખે તેમ કહી અને પત્નીની માફી માંગી તેની સાથે રહેવા લાગ્યો હતો. લગ્નના પાંચ વર્ષ બાદ જ કોઈ સાથે અફેર હોવાનું મહિલાએ પૂછતાં જ પતિએ આ વાતનો ઇન્કાર કરી દીધો હતો. પણ ત્રણેક માસ પહેલા ફરી કોઈ સ્ત્રી સાથે અફેર હોવાની જાણ મહિલાને થઈ ગઈ હતી. આવા અફેર ન રાખવાનું કહેતા પતિએ બોલાચાલી કરી અને પત્નીને માર પણ માર્યો હતો.

‘ભાઈએ બીજા લગ્ન પણ કરી લીધા છે, તું હવે છૂટાછેડા લઈ લે’: પરિણીતાની નણંદ
થોડા સમયમાં જ મહિલાને તેની નણંદે આવીને એવું કહ્યું કે, મારા ભાઈએ બીજા લગ્ન કરી લીધા છે હવે તું તેની સાથે છૂટાછેડા લઈ લે. બાદમાં બીજા દિવસે જ પતિ સાથે આ મહિલા હતી ત્યારે કોઈ સ્ત્રીનો ફોન આવતા મહિલાએ પૂછ્યું તો પતિએ એમ કહ્યું કે, બીજી પત્નીનો ફોન આવ્યો હતો. મહિલાએ એવું ન કરવા કહેતા પતિએ કહ્યું કે હું, તેની સાથે વાત પણ કરીશ અને તેની સાથે રહીશ પણ ખરો તેમ કહી માર મારવા લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.