શહેરની અમરાઈવાડી વિસ્તારમાં એક મહિલાએ તેની બાજુમાં જ રહેતા એક પરણીત પુરુષ સાથે પ્રેમ સંબંધ રાખ્યો હતો અને આ પ્રેમ સંબંધ રાખવો તે મહિલાને ખૂબ જ ભારે પડી ગયો હતો. તે યુવક અને મહિલા એકબીજા સાથે વારંવાર ચોરીછૂપીથી મળતા રહેતા હતા અને આમ યુવકે તે મહિલાને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી અને આમ આ લાલચ આપીને તે યુવકે મહિલા સાથે ઘણી બધી વખત સંબંધ પણ બાંધ્યા હતા.
જોકે પછી લગ્ન ન કરતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં તે યુવક વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનામાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતી ૪૪ વર્ષની મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છેકે તેમના વર્ષ 1998માં લગ્ન થયા હતા અને તેઓ પોતાની માતા સાથે જ રહે છે તથા તેમને લગ્ન જીવન દરમિયાન એક દીકરી પણ છે. પરંતુ તેમને પોતાના પતિ સાથે મનદુઃખ થઈ ગયું તેથી મહિલાએ ૨૦૧૨માં જ તેમના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતાં અને ત્યારબાદ તેઓ અમરાઈવાડીમાં પોતાના માતા-પિતા સાથે જ રહેતા હતા.
વર્ષ ૨૦૧૧માં આ મહિલાની ઓળખાણ ચાલીમાં બાજુમાં જ રહેતા એક પરણીત પુરુષ સાથે થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને એકબીજાને ચોરીછૂપી મળતા હતા. તે યુવતીએ મહિલા સાથે દીકરીને પોતાની સાથે રાખીને આખી જિંદગી તેની સાથે રહેશે અને લગ્ન પણ કરશે જ એવી લાલચ પણ આપી હતી અને આમ વારંવાર તેને પોતાની સાથે બોલાવી સંબંધ બાંધતો હતો અને જ્યારે પણ મહિલા તેમના લગ્નની વાત કરતી હતી ત્યારે તે જણાવતો હતો કે અભણ થોડા જ સમયમાં લગ્ન કરી લઈશું તેમ કહીને બળજબરીપૂર્વક તેની સાથે સંબંધ રાખતો હતો.
આ સમગ્ર ઘટનામાં એક દિવસ મહિલા જ્યારે તેના પિતાના ઘરેથી કપડાં લઈને બહાર નીકળી હતી ત્યારે પ્રેમીઓ તમે ફોન કરીને જણાવ્યું હતું કે હવે હું તારી સાથે આવો છો ત્યારે તેને તેની સાથે રાખવાની બિલકુલ ના પાડી દીધી હતી અને તેને ધમકી આપી હતી કે જો તેના ઘરે આવશે તો તે ફરિયાદ કરી શકે અને પોતે મરી જશે એવું પણ જણાવ્યું હતું આમ વારંવાર આ ધમકી અને લગ્ન કરવાના વાયદા થી કંટાળી ગયેલી પ્રેમિકાએ યુવક વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. અત્યારે આ સમગ્ર મામલો પોલીસે ફરિયાદ દાખલ કરી દીધી છે અને તેના આધારે બીજી કાર્યવાહી પણ હાથ ધરી છે.