ઘરેથી કેક લેવાનું કહીને નીકળેલો દીકરો સમયસર પાછો ન આવતા દીકરા સાથે થયું એવું કે, જાણીને માતા-પિતાના માથે તાવ ચડી ગયો..!! Meris, February 18, 2023 આજના સમયમાં ક્યારે કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર એવા કિસ્સાઓ બનતા સામે આવી રહ્યા છે. જેમાં બાળકો સાથે દુર્ઘટના બની જતા તેમના માતા-પિતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી જ એક ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટના ચોકિયા ગામમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. પરિવારમાં માતા-પિતા અને તેમનો દીકરો રહેતા હતા. માતાનું નામ લલીતા દેવી છે અને તેમના પતિનું નામ કનૈયાલાલ ગુપ્તા છે. દીકરો એક દિવસ નવું વર્ષ શરૂ થતાં નવા વર્ષની ઉજવણી કરવા માટે બજારમાં કેક લેવા માટે ઘરેથી નીકળ્યો હતો. તેણે પોતાની માતા પાસેથી 320 રૂપિયા કેક લેવા માટે લીધા હતા. સાંજનો જ સમય થઈ જતા માતાએ જવાની ના પાડી હતી પરંતુ દીકરો સમજ્યો નહીં અને તે પોતાની માતા પાસેથી પૈસા લઈને કેક લેવા માટે ગયો હતો. દીકરો બહાર ગયો તેને ઘણો સમય થઈ ગયો હતો પરંતુ દીકરો સમયસર ઘરે પરત આવ્યો નહીં જેના કારણે માતા ખુબ જ ચિંતા થઈ હતી. દીકરો પોતાની સાથે મોબાઈલ ફોન પણ લઈ ગયો હતો. જેના કારણે માતાએ દીકરાના ફોન પર ઘણી વખત ફોન કરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેના કારણે માતા ખૂબ જ ગભરાઈને દીકરો જે જગ્યાએ કેક લેવા માટે ગયો હતો ત્યાં પહોંચી હતી અને ત્યાં જઈને દરેક લોકોને પોતાના દીકરાની ઓળખ આપીને પૂછ્યું હતું. તે સમયે એક યુવકે તેમના દીકરાને જોયો હતો. જેના કારણે યુવકે જણાવ્યું કે તેમના દીકરાને અજાણ્યા બે યુવકો બાઇક પર બેસાડીને લઈ ગયા છે. જેના કારણે માતા ખૂબ જ ગભરાઈને ઘરે પરત આવી હતી અને તેણે ઘરે આવીને ફરીથી દીકરાના મોબાઈલ ફોનમાં ફોન લગાવવાના પ્રયાસ કર્યો ત્યારે દીકરાનો ફોન કોઈ અભિષેક યાદવ નામના યુવકે ઉપાડ્યો હતો. અને તેમણે જણાવ્યું હતું કે તે દીકરાને ઘરે પરત લાવી રહ્યા છે. જેના કારણે માતા ઘરે દીકરાની રાહ જોઈ રહી હતી પરંતુ દીકરો પાછો આવ્યો નહીં. એટલે માતાએ તરત જ ઉભાણ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેમણે દીકરાના મોબાઈલ ફોનના લોકેશન શોધીને દીકરાની માતા સાથે પહોંચી હતી. ત્યારબાદ એક યુવક પાસેથી આ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેના કારણે યુવકની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે લલિતા દેવીના દીકરાએ તેમની પાસેથી ઉછીના પૈસા લીધા હતા. જેના કારણે તેના હાથમાંથી આ બંને યુવકોએ ફોન લઈ લીધો હતો. ત્યારબાદ પોલીસ બંને યુવકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી હતી. ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં દીકરો ઘરે પરત આવ્યો ન હતો. ત્યારબાદ દીકરા સાથે કોઈ સંપર્ક પણ થઈ રહ્યો ન હતો. જેના કારણે માતા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આજકાલ આવી ઘટના ખૂબ જ બની રહી છે. બાળકો સાથે આવી ઘટનાઓ બનતા તેમના માતા-પિતા મુશ્કેલીમાં મુકાય જાય છે.. સમાચાર