સમાચાર

અમદાવાદ હાઈવે પર થયેલા દર્દનાક અકસ્માતમાં 4 યુવકોના મોત પરિવાર લગ્નમાં જઈ રહ્યો હતો

લીંબડી તાલુકાના કટારીયા ગામ પાસે ઈકો કાર અને ખાનગી લક્ઝરી વચ્ચે કરૂણ અકસ્માત સર્જાયો હતો.જેમાં ચાર લોકોના મોત થયા છે. તો અન્ય 2 લોકો ઘાયલ થયા છે. નોંધનીય છે કે, રાજકોટનો યુવક રાજસ્થાનના એક ગામમાં લગ્ન માટે જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

લીંબડી તાલુકાના કટારીયા ગામ પાસે ઈકો કાર અને ખાનગી લક્ઝરી વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત થયા છે. તો અન્ય 2 લોકો ઘાયલ થયા છે. નોંધનીય છે કે, રાજકોટનો યુવક રાજસ્થાનના એક ગામમાં લગ્ન માટે જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કેટલાક યુવકો રાજસ્થાનમાં લગ્ન માટે જઈ રહ્યા હતા ત્યારે કટારિયા ગામ પાસે તેમની ઈકો કારને અકસ્માત નડ્યો હતો.

ખાનગી લક્ઝરી સાથે ઈકો કાર અથડાઈ હતી. જેમાં ઇકો કારને નુકસાન થયું હતું. આ અકસ્માતમાં ચાર યુવકોના મોત થયા છે અને અન્ય બે ઘાયલ થયા છે. કાર એટલી હદે પલટી ગઈ હતી કે ઘાયલ અને મૃતક યુવકોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ યુવકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હોસ્પિટલમાં શોકનું વાતાવરણ હતું.

મૃતકોની ઓળખ રાજસ્થાનના રહેવાસી સાગરભાઈ જે. પવાર (ઉંમર 27) અને રાજકોટ નિવાસી અનિલભાઈ બી.ચૌહાણ (ઉંમર 25 વર્ષ), સંદીપભાઈ કે. જોટાણીયા (ઉંમર 25 વર્ષ) અને ઈમરાનભાઈ કે.સમા (ઉંમર 24 વર્ષ) અકસ્માતના કારણે હાઈવે બ્લોક થઈ ગયો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ હાઈવે પરથી ટ્રાફિકને પણ કંટ્રોલ કર્યો હતો

Leave a Reply

Your email address will not be published.