રાહતના સમાચાર: માર્કેટમાં લીંબુના ભાવ ઘટી ગયા, હવે થયા આટલા રૂપિયાના કિલો

લૂ લાગવાથી બચવા માટે તો સૌથી વધુ લીંબુનુ પાણી અક્સીર સાબિત થતુ હોય છે. આવામાં આ ઉનાળામાં લીંબુનુ પાણી તો છોડો લીંબુ જોવા પણ દુષ્કર બની ગયા છે. પહેલીવાર લીંબુના ભાવે ચર્ચા જગાવી દીધી છે. ત્યારે આ વચ્ચે લીંબુના ભાવ ઘટ્યાના સુખદ સમાચાર આપણી સામે આવી ગયા છે. ગુજરાતમાં સૌથી વધુ લીંબુનું ઉત્પાદન કરતા જિલ્લામાં લીંબુના ભાવ ઘટી ગયા છે.

ઉનાળાની શરૂઆતથી જ લીંબુની માંગમાં ખુબ જ વધારો જોવા મળ્યો હતો. ત્યારે રાજ્યમાં લીંબુના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો મહત્વનું સ્થાન ધરાવી રહ્યો છે. પરંતુ ચાલુ વર્ષે વાતાવરણની અનિયમિતતાને લીધે જિલ્લામાં લીંબુના ઉત્પાદનમાં ઘટ જોવા મળી ગઈ હતી. ઉત્પાદનમાં ઘટ થવાના લીધે લીંબુના ભાવ ૨૦૦ રૂપિયે કિલો સુધી પહોંચી ગયા હતા.

અત્યારની વાત જો કરીએ તો, મહારાષ્ટ્રમાંથી લીંબુની આવક શરૂ થઈ જતા હાલમાં લીંબુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં હોલસેલ માર્કેટમાં ૧૧૦ થી ૧૨૦ પ્રતિ કિલોનો ભાવ અને રિટેલમાં ૧૩૦ થી ૧૪૦ રૂપિયા પ્રતિકિલોનો ભાવ હોવાનું મહેસાણા માર્કેટ યાર્ડના વેપારી ધીરજભાઈએ જણાવ્યું હતું.

જીરુ અને વરિયાળીની જેમ લીંબુના ઉત્પાદનમાં પણ ઉત્તર ગુજરાતનો દબદબો થયો છે. લીંબુના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવી ગયો છે. તો બીજા નંબરે ભાવનગર આવ્યું છે. મહેસાણાના લીંબુની નિકાસ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને અન્ય અરબ દેશોમાં પણ જતા હોય છે. જો મહેસાણાની વાત કરીએ તો, કડી, ઊંઝા, ઉદાલપુર, ખેરવા, જગુદણ, ઉંટવા, કહોડા, જગન્નાથપુરામાં લીંબુનુ ઉત્પાદન વધુ થઇ રહ્યું છે. જિલ્લાની ૩૦ ટકા ખેતી માત્ર લીંબુ પર થઈ રહી છે.

ભાવ વધારાનું સૌથી મોટું કારણ તો લીંબુની અછતનું છે. દેશભરમાં જે શહેરોમાં લીંબુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે, ત્યાં ખુબ જ ભીષણ ગરમી પડી રહી છે. ગરમીના લીધે લીંબુના ઉત્પાદન પર અસર પડી રહી છે. ગરમી વધુ હોવાના લીધે લીંબુ શરૂઆતમાં જ નષ્ટ થઈ રહ્યા છે, જેના કારણે ઉત્પાદન પર અસર થઈ રહી છે. ભારે પવન અને ગરમીના કારણે લીંબુ ઝાડ પરથી નીચે પડી રહ્યા છે. જેના કારણે ઉત્પાદન પર અસર થઈ રહી છે, તે પણ ભાવ વધારાનું મોટું કારણ રહેલું છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં લીંબુની ખેતી મોટા પ્રમાણમાં થઇ રહી છે. જો કો આ વર્ષે આ રાજ્યમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઉત્પાદન પર અસર થઈ રહી છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે ટ્રાન્સપોર્ટ ચાર્જ પણ વધી ગયો છે. એક તરફ લીંબુના ઉત્પાદન ઘટ્યું છે, તો બીજી તરફ વધી રહેલો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ છે.

બન્ને જ કારણથી શાકભાજીમાં મોંઘવારી ખુબ જ વધી રહી છે. કેટલાક વેપારીઓએ એવું જણાવ્યું કે, ગુજરાતમાં વાવાઝોડા પછી અસરના કારણે લીંબુનું ઉત્પાદન ઘટી ગયું છે. ઉત્પાદન ઓછું થઈ જવાના કારણે પણ લીંબુના ભાવ વધી ગયા છે. જોકે હાલમાં તો લીંબુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં ફરી લીંબુ મોંઘા થાય તેવી શક્યતા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published.