બોલિવૂડ

લિસા હેડને બીચ પર બેબી બમ્પ સાથે ફોટોશૂટ કરાવ્યું…

બોલિવૂડની જાણીતી અભિનેત્રી લિસા હેડન ૩૪ વર્ષની વયે ત્રીજી વખત તે માતા બનવા જઈ રહી છે. તે આ દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ગર્ભાવસ્થાને લગતી વિગતો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. અભિનેત્રી લિસા હેડન આ દિવસોમાં ગર્ભાવસ્થાના સમયગાળાની મજા માણી રહી છે.

અભિનેત્રી સારો સમય વિતાવીને આ સુંદર પળોને યાદગાર બનાવી રહી છે. આ દરમિયાન તેણે બીચ પર આરામથી ફરવાની તસવીરો શેર કરી છે, જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે

આ તસવીરોમાં લિસા બ્રાઉન કલરની બિકીનીમાં જોવા મળી રહી છે, જેમાં તેની ખૂબ જ બોલ્ડ શૈલી બેબી ફ્લોન્ટ સાથે જોવા મળી રહી છે. ખુલ્લા વાળ પર કેપ પહેરીને લિસા કટિલા સ્ટાઇલથી ચાહકોને દિવાના કરી રહી છે. અભિનેત્રીની આ શૈલી તેના ચાહકોને ખૂબ પસંદ આવી છે..

આ પહેલાં લિસાએ બેબી બમ્પને બોલ્ડ સ્ટાઇલમાં ફ્લોન્ટ કરતા ઘણા ફોટા શેર કર્યા છે. આ તસવીર શેર કરતી વખતે લિસાએ ખૂબ જ ખાસ કેપ્શન આપ્યું છે. તેણે લખ્યું- ‘કેટલીકવાર મને સમજાતું નથી કે બેબી કેટલું વધે છે’. લિસાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેને આ તસવીર પર ચાહકોની પ્રશંસા મળી રહી છે, આ સાથે અનેક હસ્તીઓએ પણ આ તસવીર પર ટિપ્પણી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ વર્ષ ૨૦૧૬ માં ઉદ્યોગપતિ દિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તેઓએ બે પુત્રોને જન્મ આપ્યો. હવે તે જૂનમાં તેના ત્રીજા સંતાનને જન્મ આપશે. આ અગાઉ પણ લિસા તેના સમાન ફોટોશૂટને કારણે હેડલાઇન્સ બનાવી ચુકી છે. આ અગાઉ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બેબી બમ્પ સાથેની એક તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું હતું – ‘મારી નાની સ્ત્રી સાથે’.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

લિસા હેડને ફક્ત ૧૭ વર્ષમાં જ તેની મોડલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. લિસા કિંગફિશર મેગેઝિનની કવર ગર્લ પણ રહી ચૂકી છે. અનિલ કપૂર લિસાની સુંદરતાથી પ્રભાવિત થયા અને તેમણે લિસાને ફિલ્મોમાં કામ કરવાની સલાહ આપી. લિસાએ ફિલ્મ “ઈશા” સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

એલિઝાબેથ મેરી હેડન (જન્મ ૧૭ જૂન ૧૯૮૬) એ ભારતીય અભિનેત્રી, ટીવી પ્રસ્તુતકર્તા અને મોડેલ છે, જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં દેખાય છે. હેડન એ અભિનયની શરૂઆત રોમેન્ટિક કોમેડી-ડ્રામા થી થઇ હતી .કોમેડી-ડ્રામા ક્વીનના અભિનયની ટીકાત્મક પ્રશંસા પ્રાપ્ત થઈ, જેણે અન્ય પ્રશંસાઓ ઉપરાંત ફિલ્મફેર ખાતે શ્રેષ્ઠ અભિનેત્રીની નામાંકન મેળવ્યું. હેડને બાદમાં વ્યાપારી સફળ રોમેન્ટિક કોમેડી હાઉસફુલ ૩ માં અભિનય કર્યો હતો અને કરણ જોહર નિર્દેશિત રોમેન્ટિક નાટક એ દિલ હૈ મુશકિલ માં સંક્ષિપ્તમાં ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *