મહિલાનો રસ્તો રોકીને યુવકે પોતાની સાથે સુખ માનવાની માંગ કરી અને બાદમાં મહિલાએ કર્યું એવું કે…
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતી યુવતીએ લીવ ઈન રિલેશનશીપમાં રહ્યા પછી મેરિડ યુવક સાથે સંબંધને તોડી નાખ્યો હતો. તેમ છતાં જનક ઘેવરીયા નામનો યુવક સતત તે યુવતીનો પીછો કરતો રહેતો હતો. સાથે જ યુવતી પાસે જાતિય સુખ માણવાની માંગણી પણ કરતો હતો. આથી કંટાળી અને યુવતીએ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
છ મહિના સુધી લીવ ઈન રીલેશનશીપમાં રહ્યાં સરથાણા પોલીસ સ્ટેશનથી મળતી જાણકારી મુજબ માધવી બે વર્ષ અગાઉ જનક ઠાકરશીભાઈ ઘેવરીયા રહે- ૩૦, મોમાઈ નગર સિમાડા નાકા સાથે છ મહિના સુધી લીવ ઈન રિલેશનશીપમાં રહી હતી. બાદમાં માધવીને જાણ થઈ હતી કે, જનક તેની પત્ની સાથે પણ રહે છે. જેથી માધવીએ તેની સાથેના સંબંધને અંત આપ્યો હતો. સમાધાન સાથે બન્ને છૂટા પડી ગયા હતાં.
યુવતીનો રસ્તો રોકી અને છેડતી કરી માધવી તેની બહેનપણીના ઘરે રહી અને મહેંદી મૂકવા સહિતના કામ કરતી હોવાથી તેને થોડું બહાર નીકળવાનું થતું હોય છે. આ દરમિયાન જનક ઘેવરીયા તેનો પીછો કરતો તથા માધવીના ઘરની આસપાસ પણ આંટાફેરા મારી અને હેરાન-પરેશાન કરતો રહેતો હતો.
આ સાથે જ એક દિવસ ટુ-વ્હીલર પર જતી વખતે માધવીને રોકીને જનકે જાતિય સુખ માણવાની માંગણી કરી હતી. જેથી માધવીએ રાડા રાડ કરીને આજુબાજુથી લોકોને એકઠા કરી દીધા હતાં. બાદમાં પોલીસમાં ફરિયાદ નોધાવવામાં આવી હતી. જેથી પોલીસે છેડતી સહિતની કલમનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી લીધી છે.