સમાચાર

કોણે આપ્યું લોકડાઉન અંગે મોટું નિવેદન શું કોરોના સામે લડવાની તૈયારી?

રાજ્યમાં કોરોનાના કેસો હવે 5 હજારને પાર થઇ ગયા છે…આ પહેલા જ સરકારે ગંભીરતા દાખવીને વાઇબ્રન્ટ સહિતના મહોત્સવ રદ કર્યા છે જેથી કોરોનાની પરિસ્થિતી અંગે ચર્ચ કરવા એક સમીક્ષા બેઠક યોજાઇ.. સુરતમાં યોજાયેલી આ સમીક્ષઆ બેઠક બાદ નાણામંત્રી કનુ દેસાઈએ લોકડાઉનને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું.. નાણામંત્રી કનુ દેસાઈએ પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં કોરોનાને લઇને સરકારની તૈયારીની અંગે સમીક્ષા કરાઈ હોવાની વાત કરી.

ખાસ કરીને ઓક્સીજન પ્લાન્ટ સ્થિતી અંગે માહિતી અપાઇ જેમાં 24 કલાક માટે ઓક્સિજન પ્લાનના ટ્રાયલ લેવાયા છે. હોસ્પિટલમાં જગ્યા, દવા વગેરેને લઈને પણ પ્લાન તૈયાર કરાયો છે કર્ફ્યૂને લઈને કરી સ્પષ્ટતા

સુરતમાં 4 લાખથી વધુ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી જેથી આવા લોકો જલ્દી વેક્સિન લે તેવી અપીલ કરી તેમજ જે લોકોએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોને જાહેર સ્થળોએ જવાન પરવાનગી નહીં અપાય તે અંગે માહિતી આપી હતી ગર્વમેન્ટની ગાઈડલાઈન પ્રમાણે નિયમો તેમજ તેઓએ આંશિક લોકડાઉનને લઈને કોઈ વિચાર ન હોવાની વાત કરી.

આંશિક લોકડાઉન અંગે શું કહ્યું? સુરતમાં નાણાંમંત્રી કનુ દેસાઈએ બેઠક યોજી આ બેઠકમાં કોરોનાની સ્થિતિને લઈને સમીક્ષા યોજાઈ હતી. હોસ્પિટલમાં બેડ, ઓક્સીજન, વેન્ટિલેટરને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. સુરતમાં હજુ 4 લાખ લોકોએ રસી લીધી નથી. જે રીતે વેવ આગળ વધે છે તેને લઈને નિર્ણય લેવાશે. રાજકીય રેલી અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વાઈબ્રન્ટ ગુજરાતને સરકારે સ્થગિત કર્યા છે તે જ રીતે સામાજિક આયોજનોમાં પણ નિર્ણય લેવાશે. શાળામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે શિક્ષણ વિભાગ ચર્ચા કરી રહ્યુ છે અને તેને લઈને પણ ખાસ નિર્ણય જલ્દી આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *