હેલ્થ

શું તમારે પણ ઘટાડવું છે વજન તો બસ કરો આ કામ અને પછી જુઓ કમાલ

દરેક વ્યક્તિ આ વાત જાણે છે કે પાણી પીવું એ શરીર માટે ખુબ જ મહત્વનું છે. પરંતુ, તમે વજન ઘટાડવા માટે પાણી પીવાની યોગ્ય પ્રક્રિયા શું છે તે જાણો છો. જો પાણીને યોગ્ય રીતથી પીવામાં આવે તો તે વજન ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. એટલું જ નહીં, પાણી પીવાની યોગ્ય રીત પણ તમને વારંવાર લાગતી ભૂખને નિયંત્રિણમાં લાવવા માટે મદદ કરશે. આવો અમે તમને જણાવીએ કે પાણી પીવાથી વજન કેવી રીતે ઓછું કરી શકાય.

સંશોધકો દ્વારા બાળકો પર કરવામાં આવેલા એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે ઠંડુ પાણી પીવાથી ૨૫% કેલરી બર્ન કરવામાં ખુબ મદદ મળે છે. આ ઉપરાંત, દર ૧૦ મિનિટ પછી ૧ કપ પાણીનો પીવો. તેનાથી આપણા શરીરમાં એનર્જી વધે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

કેમ ફાયદાકારક છે ફોર્મુલા? ખરેખર, પાણી પીવાથી, આપણા શરીરની બધી જ સિસ્ટમ્સ યોગ્ય રીતે કામ કરવાનું શરૂ કરી દે છે, જેના કારણે ચરબી બર્ન થવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા પેટની ચરબી અથવા વજન ઘટાડવાનું વિચારી રહ્યાં છો, તો દર ૧૦ મિનિટ પછી ૧ કપ પાણીનો પીવો. સાથે એ પણ ધ્યાનમાં રાખો કે એક ઘૂંટમાં પાણી પીવાને બદલે તેને સીપમાં પીવો.

તરસ નહીં ભૂખ લાગે ત્યારે ૧ કપ પાણી પીવો: ભૂખ અને તરસ બંને અલગ વસ્તુઓ છે. આવી સ્થિતિમાં જયારે માત્ર તરસ જ નહીં પણ ભૂખ લાગે ત્યારે ૧ કપ પાણી પીવું જોઈએ. આ ભૂખને નિયંત્રિત કરી શકે છે અને તમે જમતી વખતે પણ વધુ પડતું નથી ખાતા. એક સંશોધન મુજબ ભોજન પહેલાં માત્ર ૧ કપ પાણી પીવાથી કુલ ૧૨ અઠવાડિયામાં ૨ કિ.ગ્રા. જેટલું વજન ઘટાડી શકાય છે. તે તમારા શરીરનું ૪૪% વજન ઘટાડવામાં મદદ કરે છે.

જો તમને વારંવાર ભૂખ લાગ્યા કરે છે, તો પછી તમે ક્રેવિંગને શાંત કરવા માટે પાણી પણ પી શકો છો. પાણી તમારા પેટની ભૂખને મારી નાખે છે અને ક્રેવિંગને શાંત પાડે છે. જો પ્રક્રિયા આ નિયમિત કરવામાં આવે તો ખાવાની ક્રેવિંગની સમસ્યા દૂર થઈ શકે છે.

નાસ્તા પહેલા પાણી પીવો: એક સંશોધન મુજબ સવારના નાસ્તાના અડધા કલાક પહેલા પણ ૨ કપ પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે. પુષ્કળ પાણી પીવાથી, તમે ખાવાનું ઓછું ખાશો, જે પેટની સ્થૂળતાને નિયંત્રિત કરશે. આ ઉપરાંત, તે ૧૩% જેટલી કેલરી બર્ન કરશે, જે વજન ઘટાડવામાં મદદ ખુબ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *