પ્રેમીએ પ્રેમિકાને તેના પ્રેમસંબંધનો ખાર રાખી ઘરમાં ઘૂસીને ધારદાર ચાકુના ઉપરાપર ઘા મારીને પતાવી દીધી, જોઇને લોકોના હૃદય પીગળી ગયા..!!

આજની યુવાન પેઢીના યુવક-યુવતીઓ તેમના માતા-પિતાની વિરુદ્ધ જઈને તેમના અંગત વ્યક્તિઓને પસંદ કરી રહ્યા છે. વારંવાર પ્રેમી પ્રેમિકા પોતાના પ્રેમ સંબંધમાં એવી કરુણ ઘટનાઓ કરી રહ્યા છે કે જેમના કારણે તેમના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના મધ્યપ્રદેશના ધારમાં રહેતા પરિવારની દીકરી સાથે બની હતી. ધારના દિલાવરા રોડ પર આવેલા ઇમલીબનમાં પરિવાર રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમની 2 દીકરીઓ રહે છે. દીકરીના પિતા શિક્ષક છે, તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા. બંને દીકરીઓને ખૂબ જ લાડ લડાવતા હતા.

જેમાં નાની દીકરીની ઉંમર 19 વર્ષની હતી. તે પોતાના જ ગામમાં આવેલી શાળામાં અભ્યાસ કરવા માટે જતી અને તેને પોતાના જ ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ થયો હતો. બંને વચ્ચે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને યુવક-યુવતી પોતાના આ પ્રેમ સંબંધને આગળ વધારવા માગતા હતા. પરંતુ પરિવારના લોકો બંનેના પ્રેમ સંબંધને લઈને સહમત ન હતા.

જેના કારણે બંનેએ સાત મહિના પહેલા આ બ્રેકઅપ કર્યું હતું ત્યારબાદ બંને વચ્ચે કોઈપણ સંબંધ રહ્યો ન હતો. એક દિવસ યુવતી તેમના ઘરે મોટી બહેન અને તેમના પિતા સાથે બેસીને ટીવી જોઈ રહી હતી. તે સમયે અચાનક આ માથા ફરી ગયેલો યુવક તેમના ઘરમાં ઘૂસી ગયો હતો. યુવકે ઘરમાં ઘૂસીને દીકરીને પોતાની બથમાં લઈ લીધી હતી.

ત્યારબાદ દિકરી પર ધારદાર હથિયાર વડે હુમલો કરવા લાગ્યો હતો. યુવતી પર ગળા, પેટ, છાતી અને કમરના ભાગ પર ચાકુના ઘા મારી દીધા હતા. ત્યારબાદ પરિવારના લોકો તેને પકડે તે પહેલા જ ત્યાંથી ભાગી ગયો હતો જેના કારણે મોટી બહેને તરત દોડીને પાડોશીના લોકોને ભેગા કર્યા હતા. પાડોશીના લોકો અને તેમના પિતાની મદદથી નાની દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

જિલ્લા હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલુ કરાઈ હતી. તે સમયે ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકીના ગળામાં લગભગ 5 ઈંચ જેટલો ઊંડો મારી દીધો હતો. જેના કારણે તેમની શ્વાસનળી કપાઈ ગઈ છે. ઈજાના કારણે શરીરનું ઘણું બધું લોહી પણ વહી ગયું છે, જેના કારણે દીકરીને લોહીના બાટલા ચડાવવામાં આવ્યા હતા.

પરંતુ બીજી બોટલ લોહીની ચડાવતા સમયે દીકરીએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. જેના કારણે પરિવારના લોકો યુવક પર ખૂબ જ ગુસ્સે થયા હતા અને આ માથા ફરી ગયેલ યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવકે પોતાના પ્રેમ સંબંધનું વેર રાખીને દીકરી સાથે આવી ઘટના કરી નાખી હતી.

દીકરીના પિતાની નજર સામે તેમની દીકરી સાથે આવી ઘટના બની હોવાને કારણે પિતા આઘાત સહન કરી શક્યા નહીં. અવારનવાર દીકરીઓ સાથે આવી ઘટના ખૂબ જ બની રહી છે. જેના કારણે પરિવારના લોકો દીકરીઓને ઘરની બહાર નીકળવા દેવામાં પણ ડરી રહ્યા છે પરંતુ ઘરમાં આવીને આવી ઘટના કરી હોવાને કારણે પોલીસ કડક કાર્યવાહી કરી રહી હતી અને યુવકની શોધખોળ કરી રહી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *