રાંધણ ગેસના ભાવમાં થયો ચોકાવનારો ભાવ વધારો, ગૃહિણીઓ માટે વધુ એક મોટો ઝટકો લાગ્યો…

એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમત માં ઓઇલ કંપનીએ ધડકમ વધારો કર્યો છે ત્યાં વધારાના કારણે ગૃહિણીઓ માટે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે હાલમાં અત્યારે એલપીજીની કિંમતમાં ભાવ વધારાની સાથે અદાણી સીએનજી અને પીએનજી ગેસ ની કિંમતમાં પણ ભાવ વધારો કર્યો છે.

સર્વપ્રથમ તમને સીએનજી ગેસના ભાવ વધારો નો જાણકારી આપે તો સીએનજી માં 1.31 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે ત્યારે હવે સીએનજી ગેસ પુરાવતા લોકો માટે 83.90 રૂપિયા ચૂકવવા પડશે જ્યારે પીએનજી માં 28 રૂપિયાનો ભાવ વધારો જિકિયો છે.

સામાન્ય જનતાને ફરી એક વખત મોંઘવારીનો માર પડ્યો છે તમને જણાવી દઈએ કે 14.2 કેળવવાળા રાંધણ ગેસના એલપીજી સિલિન્ડરમાં હાલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે દિલ્હીમાં એલપીજી સિલિન્ડર નો ભાવ 1053 રૂપિયા જ્યારે કોલકત્તામાં 1080 રૂપિયા ચેન્નાઇ શહેરમાં 1068 રૂપિયા ચૂકવવા પડશે જ્યારે 14.2 કિલો વાળા ગેસ સિલિન્ડરની સાથે સાથે પાંચ કિલોના નાના ગેસ સિલિન્ડરમાં પણ કંપનીએ ભાવ વધારો કર્યો છે.

સૌથી પહેલા તમને પાંચ કિલોના ગેસ સિલિન્ડર ના ભાવ વધારાની વાત કરીએ તો કંપનીએ તેમાં 18 રૂપિયાનો પ્રતિ સિલિન્ડરએ ભાવ વધારો કર્યો છે જ્યારે 14.2 કિલો વાળા સિલિન્ડરની કિંમત અત્યારે ₹50 વધારી છે. તમને જણાવી દઈએ કે અગાઉ એટલે કે પહેલી જુલાઈના રોજ ઓઇલ કંપની એમ કોમર્શિયલ સિલિન્ડરમાં 198 રૂપિયા ઘટાડ્યા હતા ત્યારબાદ લાગી રહ્યું હતું કેમ હવે ગેસ સિલિન્ડરના ભાવ માં ઘટાડો થઈ શકે છે.

અને ગેસ સિલિન્ડર વધુ સસ્તો મળી શકે તેવી આશા સેવાઈ રહી હતી પરંતુ કંપનીએ જનતાને વધુ એક ઝટકો આપતા ફરી પાછો ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો કર્યો છે. જો આ બાજુ 19 કિલો વાળા કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારાની વાત કરીએ તો તેમાં પાછો પ્રતિ સિલિન્ડર એ 8.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જોકે આ ભાવ ઘટાડો વધારે પડતો નથી પરંતુ સારી વાત એ છે કે 19 કિલો વાળા ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થયો નથી.

14.2 કિલો વાળા ગેસ સિલિન્ડર ના ભાવ 6 જુલાઈના રોજથી જ 50 રૂપિયાનો ભાવ વધારો સાથે લાગુ થઈ રહ્યા છે જો તમે આજે ગેસ સિલિન્ડર બુક કરાવશો તો 1003 રૂપિયાને બદલે તમારે 1053 રૂપિયા ચૂકવવા પડશે. તમે જણાવી દઈએ તો છેલ્લે 22 માર્ચ 2022 ના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹50 નો વધારો કરવામાં આવ્યો હતો અને જે બાદ 899 માં મળતો ગેસનો બાટલો 949 માં મળતો થઈ ગયો હતો.

અને ત્યારથી લઈને અત્યારે મોંઘવારી અટકી નહીં અને ફરી પાછો કંપનીએ સાત મે 2022 ના રોજ ₹50 નો ભાવ વધારો કર્યો હતો અને ગેસ સિલિન્ડર ની કિંમત 949 રૂપિયા માંથી વધીને 999 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. અને ફરી પાછું આજે ભાવ વધારો થતા ગૃહિણીઓ માટે મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે અને વધુ એક ઝટકો પણ લાગ્યો છે.

Leave a Reply

Your email address will not be published.