સમાચાર

ખાદ્યતેલના ભાવ વધારા બાદ હવે LPG ગેસના ભાવમાં પણ વધારો, આમ જનતાને મોંઘવારીની વધુ એક થપાટ

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે.મોંઘવારીએ ફરી એકવાર જનતાને માઠી અસર કરી છે. તેલ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો મોંઘવારીએ ફરી એકવાર જનતાને માઠી અસર કરી છે. તેલ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.

જો કે, અહીં એક રાહતની વાત એ છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો નથી. ભાવ વધારાની અસર કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર પડી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2,253 રૂપિયાથી વધીને 2,355.50 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે ગ્રાહકોએ તેમના ખિસ્સામાંથી 102.50 રૂપિયા વધુ ખર્ચવા પડશે.

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા નવા ભાવો અનુસાર આ વધારો હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે. જ્યારે 5 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત હવે 655 રૂપિયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ જોરદાર વધારો થયો હતો. 1લી એપ્રિલે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 268.50નો વધારો કરવામાં આવ્યો હતો.

કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ રેસ્ટોરન્ટ અને દુકાનદારો દ્વારા વધુ થાય છે. હવે આ સિલિન્ડરોની કિંમતમાં વધારાને કારણે તેમના માસિક બજેટ પર પણ અસર પડી શકે છે. કેટરર્સ પણ આ સિલિન્ડરનો ઉપયોગ લગ્ન અને અન્ય શુભ પ્રસંગો માટે કરે છે જેના કારણે આ ભાવવધારો આડકતરી રીતે તમારા ઘરના બજેટને પણ અસર કરી શકે છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.