મોંઘવારીમાં વધુ એક ઉછાળો, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ગેસના બાટલાની કિંમત હવે થઇ…

સતત મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો પર વધુ એક મોંઘવારીએ તબાહી મચાવી છે. આ એવા સમાચાર છે જે ગૃહિણીનું બજેટ વધુ બગાડશે. એલપીજીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. આ ભાવ વધારા બાદ હવે ગેસની કિંમત 1000 રૂપિયાને પાર થઈ ગઈ છે. સતત મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો પર વધુ એક મોંઘવારીએ તબાહી મચાવી છે. આ એવા સમાચાર છે જે ગૃહિણીનું બજેટ વધુ બગાડશે. એલપીજીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. અને આ ભાવ વધારા બાદ હવે ગેસની કિંમત 1000 રૂપિયાને પાર થઈ ગઈ છે.

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 3.50 પૈસાનો વધારો થયો છે. આજે ભાવ વધારા સાથે ગેસ સિલિન્ડરની કિંમત 1000ને પાર પહોંચી ગઈ છે. દેશભરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1000 રૂપિયાથી ઉપર છે. તથા મેટ્રો શહેરોમાં, એલપીજીની 14.2 કિલોની બોટલની કિંમત દિલ્હીમાં 1,003 રૂપિયા, મુંબઈમાં 1,003 રૂપિયા, કોલકાતામાં 1,029 રૂપિયા અને ચેન્નાઈમાં 1,018.50 રૂપિયા થઈ ગઈ છે.

કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘા થયા ઘરેલું એલપીજી ગેસમાં વધારાની સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ 8 રૂપિયાનો વધારો થયો છે. આજથી 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 2,354 રૂપિયા, કોલકાતામાં 2,454 રૂપિયા, મુંબઈમાં 2,306 રૂપિયા અને ચેન્નાઈમાં 2,507 રૂપિયા થશે. આ પહેલા 7 મેના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી.

અગાઉ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 102 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં અનેકગણો વધારો થયો છે. 1 એપ્રિલે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે તેની કિંમત 2253 રાખવામાં આવી હતી. અગાઉ 1 માર્ચે તે રૂ. 105 વધ્યો હતો. અને આ જ કારણ છે કે છેલ્લા એક મહિનાથી ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *