સમાચાર

રંગીન રાતોનો આનંદ માણીને લૂંટેરી દુલ્હન ફરાર થઇ ગઈ, ભાગી તો ગઈ પણ સાથે સાથે યુવકનું એવી વસ્તુ લઇ ગઈ કે…

ગુજરાત રાજ્યમાં રોજ બરોજ લૂંટેરી દુલ્હનનો આતંક ખુબ જ વધી રહ્યો છે. યુવકોને લગ્ન કાર્ય બાદ રંગીન રાત બતાવતી લૂંટેરી દુલ્હનો થોડા દિવસ સાથે રહી અને ખેલ પાડીને ત્યાંથી ભાગી જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્નના નામે વધુ એક યુવક છેતરપીંડીનો ભોગ બની ગયો છે. ૨,૫૦,૦૦૦ લેતાના વીડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર એક લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં લગ્ન કર્યા બાદ ૨૧ દિવસે દુલ્હન ફરાર થઈ જવાનો બનાવ બની ગયો છે. પરિણીતા માનતા પૂરી કરવાના બહાને પરત ગયા પછી ફોન ઉપાડવાનુ જ બંધ કરી દીધુ હતું. આખરે લીંબડી તાલુકાના વરરાજાને અઢીલાખ રૂપિયાનો ચૂનો લગાવીને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી.

ગત માર્ચ મહિનામાં યુવકે હિન્દુ શાસ્ત્ર વિધિથી લગ્ન કરેલા હતા. ‘દુલ્હને કહ્યું રૂપિયા કંઈ પાછા નહિ મળે, તમારાથી થાય તે કરી લેજો’ તેવા જવાબો મળ્યા હતા. લૂંટેરી દુલ્હનની ખુલ્લેઆમ સોદાબાજી થતી હોય તેવો વીડિયો પણ સામે આવી ગયો છે. રૂપિયા લેતા હોય એવા બધા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બનાવનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. ગુજરાત રાજ્યમાં લગ્નવાંછુક યુવકો લૂંટેરી દુલ્હનોની માયાજાળમાં ફસાઈ રહ્યાં છે. પહેલા પરિણીતાઓ યુવકો સાથે લગ્ન કરે છે, અને બાદમાં યુવકોનું બધું લૂંટીને જતી રહે છે.

Leave a Reply

Your email address will not be published.