મા બાપ માટે ચેતવણી સમાન કિસ્સો, પોતાના મિત્રો સાથે બાળકો અજાણ્યા તળાવમાં નાહવા પડ્યા, એક પછી એક છ બાળકો ડૂબવા લાગ્યા, પરિવારને આની જાણ થઈ તો પરિવાર તો સાવ અધમરો થઈ ગયો… Gujarat Trend Team, October 10, 2022 હરિયાણાના ગુરુગ્રામ વિસ્તારમાંથી અત્યારે હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે જ્યાં રવિવારના રોજ ખૂબ જ મોટી દુર્ઘટના સામે આવી હતી ગુરુગ્રામ માં એક જ સાથે છ બાળકોના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે માતા પિતા તો અધમરા થઈ ગયા છે ગુરુગ્રામના સેક્ટર 110 એમાં બિલ્ડર ની અંદાજિત ચાર એકર જમીનમાં વરસાદી પાણી ભરાતા તળાવ બની ગયું હતું અને આ તળાવની ઊંડાઈનો અંદાજો લગાવ્યા વગર જ આઠ થી 12 વર્ષના છ છોકરાઓ નાહવા માટે અહીં પડ્યા હતા. અને આ દરમિયાન જ તમામ બાળકો ડૂબવા લાગ્યા હતા બાળકો ડૂબ્યા હોવાથી માહિતી પરિવારજનોને પહોંચ્યા તરત તો તરત જ તે પોલીસને આની જાણ કરી હતી અને છ વાગે આસપાસ પોલીસ અહીં આવી પહોંચી હતી જાણવા મળતી માહિતી મુજબ તળાવમાં ટોટલ આઠ બાળકો ડૂબીયા છે જેમાં હજુ પણ શોધખોળ ચાલી રહી છે ફાયર વિભાગ સહિત પોલીસ અધિકારીઓ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને તરવૈયાઓની મદદથી આ ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. અંદાજિત આ ઓપરેશન ચારથી પાંચ કલાક સુધી ચાલ્યું જેમાં અલગ અલગ ટીમોએ ટોટલ 9:00 વાગ્યા સુધીમાં છ બાળકોના મૃતદેહ શોધી નાખ્યા છે જ્યારે હજુ પણ આ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે જાણવા મળતી માહિતી મુજબ આ તમામ બાળકો નજીકમાં આવેલી શંકર વિહાર કોલોનીના રહેવાસી છે, આ તમામ બાળકોની સાથે તેમનો મિત્ર હતો આ બાળકોને ડૂબતા જોઈને તરત તો તરત જ આ મિત્રે મદદનો અવાજ લગાવ્યો પરંતુ અહીં રહેઠાણ વિસ્તાર ખૂબ જ દૂર હોવાથી બચાવવા કોઈ પણ આવ્યું નહીં. છેવટે આ બાળકોએ તાત્કાલિક પોતાની કોલોનીમાં જઈને પોતાના પરિવારને આની જાણ કરી અને બાદમાં પરિવાર સહિત પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી અને બાળકોની શોધખોળ કરવાનું ચાલુ કરી દીધું હતું, બાળકો ન મળતા આ સમગ્ર ઘટનાની જાણ તંત્રને કરી હતી અને બાદમાં પોલીસ જવાનોની મદદથી આ કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી, અત્યાર સુધીમાં છ બાળકોના મૃતદેહ મળી આવ્યા છે અને તેને પોલીસ અધિકારીઓ દ્વારા પોસ્ટમોર્ટમ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણકરી આપતા ડીસી નીતિન યાદવ જણાવ્યું હતું કે તમામ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે મૃતકોના નામ રાહુલ દુર્ગેશ અજીત પિયુષ દેવા રાહુલ જણાવવામાં આવી રહ્યું છે આ તમામ બાળકોની ઉંમર અંદાજિત 8 વર્ષથી લઈને 12 વર્ષ સુધીની છે અને શંકર વિહારના આ બાળકો રહેવાસી છે આ તમામ બાળકો અંદાજિત 3:00 વાગે આસપાસ આ તળાવમાં નાહવા પડ્યા હતા જ્યાં બાળકોને ડૂબતા જોઈને તેમના મિત્રએ પોતાના પરિવારજનોને બોલાવી અને આગળની શોધખોળ ચાલુ કરી હતી. સમાચાર