હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની ધારણા છે. ત્યારબાદ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આવતીકાલે (22 જૂન) રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે, 24 થી 30 જૂન દરમિયાન રાજ્યમાં ધોધમાર મેઘરાજાનું આગમન થશે. આવતીકાલથી ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડશે.
ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આ વર્ષે સારા ચોમાસાની આગાહી કરી છે. આવતીકાલે 22મીએ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.
જુલાઈ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી સારો વરસાદ આ સિવાય અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 22 જૂનથી જુલાઈ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં ઓછો વરસાદ પડશે. તેથી તેમણે ખેડૂતોને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ આપી હતી. ગયા વર્ષના વાવાઝોડાની અસર બાદ ગયા વર્ષે ચોમાસું સારું રહ્યું હતું. આ વર્ષે પણ ચોમાસું સારું રહેશે.
રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે આગામી તારીખ 24 થી 30 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદ પડશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી શુભ કહેવાય છે. આદ્રા નક્ષત્ર એ વરસાદનું શિખર છે. આ નક્ષત્ર 22મી જૂનથી બેસે છે. ઓગસ્ટના પહેલા મહિનામાં સારો વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં તાપી સહિતની નદીઓના જળસ્તરમાં વધારો થશે. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
અમરેલી અને ગીર માં ભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. અમરેલી અને ગીરમાં ભારે વરસાદની સંભાવના છે. આ વર્ષે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.આદ્રા નક્ષત્રમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. આ વિસ્તારોમાં 22 જૂનથી 3 જુલાઈ સુધી વરસાદ પડશે. તે દરમિયાન વાવણી કરવાની સલાહ આપવામાં આવે છે. વાવણી બાદ વરસાદ ક્યારે પડશે તે કહી શકાય તેમ નથી, એકંદરે આ ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે. ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે.
ગઈકાલનો વરસાદ સોમવારે રાજ્યમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો રાજ્યના કુલ 87 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ સાથે ઉમરગામમાં સૌથી વધુ 9.92 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 4.56 ઈંચ, વાપીમાં 3.76 ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં 3.6 ઈંચ, વલસાડના પારડીમાં 3.2 ઈંચ, નર્મદાના તિલકવાડામાં 2.84 ઈંચ અને કપરાડામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે નવસારીના ખેરગામ, બોટાદના બરવાળામાં 50 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.