સમાચાર

ભાવનગરનાં આ ખેડૂતે ઉગાડયો આ છોડઅને અત્યારે લાખો રૂપિયાની કમાણી થઇ રહી છે

આ વાત છે પ્રાકૃતિક ખેતી કરતા કેવા ખેડૂતની જે અન્ય માટે દ્રષ્ટાંતરૂપ બન્યા છે ભાવનગર પંથકના ખેડૂતો કંઈક નવું કરવા માટે જાણીતા છે  આવા જ એક ખેડૂત છે રમેશભાઈ મકવાણા રમેશભાઈ મકવાણાએ માત્ર 10 વીઘા જમીનમાં અલગ-અલગ ખેતપેદાશો મેળવી આજે રમેશભાઈના ખેતરમાં ૫૦૦ જેટલા સ્ટોબેરીના રોપા ખેતરને એક નવી ઓળખ આપી રહ્યા છે.

રમેશભાઈ મકવાણા અન્ય ખેડૂતોની જેમ પહેલાં રાસાયણીક ખેતી કરતા હતા પરંતુ ત્યારબાદ તેમને પ્રાકૃતિક ખેતી તરફ લગાવ વધ્યો અને તેઓએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી જેમાં અલગ-અલગ પાકોનું વાવેતર કરી અને હવે વર્ષે દહાડે હજારો લાખોની કમાણી કરી રહ્યા છે રમેશભાઈ મકવાણા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામે રહે છે જ્યાં તેમને તેમના વારસાની માત્ર દસ વીઘા જમીન જ મળી હતી.

પરંતુ આ 10 વીઘા જમીનમાં શું કરી શકાય તેવો વિચાર રમેશભાઈને આવ્યો રમેશભાઈઓ પ્રાકૃતિક ખેતી કરી માત્ર દસ વીઘા જમીનમાં અલગ અલગ નવ જેટલા પાકો લીધા રમેશભાઈનું માઈક્રો મેનેજમેન્ટ અન્ય ખેડૂતો માટે દ્રષ્ટાંતરૂપ બન્યું છે.

આખરે કેવી રીતે કર્યો 10 વીઘા જમીનનો ઉપયોગ? વાવડી ગામે રહેતા રમેશભાઇએ 10 વીઘા જમીનમાં શરૂઆતમાં ડ્રેગન ફ્રુટ ના બે છોડ ની જગ્યામાં પપૈયાનું વાવેતર કર્યું ત્યારબાદ આંબો ડુંગળી અને ઘઉં તેમજ શાકભાજીનું વાવેતર પણ કર્યું આટલું ઓછું હોય તેમ રમેશભાઈએ બાકીની જગ્યામાં મેનેજમેન્ટ કરી ૫૦૦ જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર કર્યું અને બસ ત્યારબાદ દોઢ મહિનાની મહેનત રંગ લાવી અને રમેશ ભાઈનું ખેતર હાલમાં લાલચટ્ટાક સ્ટ્રોબેરીથી લહેરાઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *