ખેડૂતો એકવાર મગફળીના ભાવ જાણી જશો તો રાજીના રેડ થઈ જશો… જાણો સમગ્ર રાજ્યના માર્કેટ યાર્ડમાં અલગ અલગ મગફળીના ભાવ…

આ વર્ષે મગફળીનો પાક સારો એવો થતા ભાવના રેકોર્ડ પણ ઘણી નીચી સપાટીએ આવી ગયા હતા સૌપ્રથમ તેઓ સુરેન્દ્રનગર માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવની વાત કરે તો ઓછામાં ઓછો ભાવ 5275 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 6100 જોવા મળ્યો હતો જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળીની સરેરાશ ભાવ 5,375 થી લઈને વધુમાં વધુ ભાવ 6,750 રૂપિયાએ પહોંચી ગયો હતો.

સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ઓછામાં ઓછા 5450 રૂપિયાથી લઈને મગફળી નો મહત્તમ ભાવ 6650 સુધી પહોંચી ગયો હતો. આ વર્ષે કમોસમી માવઠાને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું હતું પાકમાં નુકસાન થવાને કારણે મગફળીમાં ઘટાડો પણ થયો હતો ઉત્પાદન ઓછું થવાને કારણે ખેડૂતોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પરંતુ ખેડૂતો માટે એક ખુશીના સમાચાર એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ જ સારા એવા પ્રમાણમાં પૈસા મળી રહ્યા છે અને મહેનતનું ફળ પણ મળી રહ્યું છે જેથી ખેડૂતોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ બધું સૌરાષ્ટ્રમાં ભાવનગરના માર્કેટ યાર્ડમાં મગફળીના સરેરાશ ભાવની વાત કરે તો મગફળીના ઓછામાં ઓછા ભાવ…

5290 રૂપિયાથી લઈને વધુમાં વધુ ભાવ 6225 રૂપિયા જોવા મળી રહ્યો હતો હિંમતનગર માર્કેટમાં 5500 થી લઈને સારામાં સારી મગફળીના 5600 મળતા હતા જે હિંમતનગર માર્કેટ યાર્ડમાં સારા મગફળીના ઓછા ભાવ આવતા હોય તેવું કહી શકાય.

આ બાજુ રાજકોટના માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવની વાત કરીએ તો ત્યાં સરેરાશ ભાવ 6030 રૂપિયાથી લઈને સારામાં સારી મગફળીનો ભાવ 6,205 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જસદણ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ અત્યારે 6300 જોવા મળી રહ્યા છે જે ખૂબ જ સારા એવા ભાવ કહી શકાય.

જૂનાગઢના માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ અત્યારે 5070 જે ખૂબ જ ઓછા કહી શકાય અને સારામાં સારી મગફળીના ભાવ 5990 રૂપિયા નો ભાવ બોલાઈ રહ્યો છે આ સાથે વ્યારા માર્કેટ યાર્ડમાં પણ મગફળીનો ભાવ ખૂબ જ સારા પ્રમાણમાં મળી રહ્યો છે જ્યાં સારામાં સારી મગફળીનો ભાવ ₹6,300 તે લઈને સરેરાશ ભાવ 6200 સુધી ખેડૂતોને મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *