મગર બે કલાક સુધી 30 વર્ષના યુવાનને લઈને નદીમાં ફરતો રહ્યો… ઢાઢર નદીનો વિચલિત કરતો વિડિયો વાયરલ…
વડોદરામાં એક ઘટના સામે આવી છે તે જાણીને તમે પણ ચોકી ઉત્સવ કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે. વડોદરાના પાદરા તાલુકામાં સોખડા રાઘુ પાસેથી પસાર થતી ઢાઢર નદીમા 30 વર્ષના વ્યક્તિ ઉપર પોતાનો શિકાર બનાવ્યો હતો. વ્યક્તિનો પગ લપસી જતા અચાનક જ નદીમાં પડી ગયો હતો.
યુવાન નદીમાં પડતા જ મગર એ તેને ખેંચી લીધો હતો અને બે કલાક સુધી યુવાને લઈને મગર ફરતો રહ્યો શોખડારાધુ ગામના ઇમરાન દિવાન નામના વ્યક્તિ 30 વર્ષના યુવાને બચાવવા સ્થાનિક લોકોની મદદ સાથે ફાયર બ્રિગેડ ની ટીમ લઈને પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ આસપાસના લોકોને થતા જ નદીના પટ કિનારે લોકોના ટોળેટોળા જામ્યા હતા.
જોકે ઘણી શોધક કોણ કર્યા બાદ બપોર પછી પણ યુવાન મળ્યો ન હતો ગામના લોકોએ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં બનાવીને વાયરલ કર્યો હતો સ્થાનિકોએ ફાયર બ્રિગેડને તાત્કાલિક ધોરણે જાણ કરી હતી.
ફાયર બ્રિગેડની ટીમ યુવાને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, કલાકોની મહેનત બાદ ૩૦ વર્ષના યુવાનો મૃતદેહ આખરે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બે કલાક સુધી મઘરે નદીમાં ફર્યો અત્યારે વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.