વડોદરા જાવ તો એકવાર અવશ્ય મહારાજા કુલચા ટેસ્ટ કરજો, 20 ઇંચનો કુલચો સ્વાદ એવો છે કે… -video જોઇને મોમાં પાણી આવી જશે

આજકાલ લોકો ચટાકેદાર ખાવાનું વધારે પસંદ કરે છે એમાં પણ જો છોલે કુલચા ની વાત કરીએ તો આહા હા નામ સાંભળી ને જ મોમાં પાણી છૂટી જાય. છોલે કુલચા આમતો પંજાબી ફૂડ છે પણ હવે તો આ ડીશ ને આપણા ગુજરાતીઓ પણ ખાવાનું ચુકતા નથી. લોકો હોંશે હોંશે ધરાઈ ને છોલે કુલચા નો આનંદ માણે છે.

રેસ્ટોરાંમાં મળે તેવા અમૃતસરી કુલચા હવે ઘરે બનાવો, એકદમ સરળ છે. પંજાબી શાક હોય કે પછી છોલે, આજકાલ તેની સાથે કુલચા ખાવાનું ચલણ વધ્યું છે. કુલચા પણ પાછા અલગ-અલગ પ્રકારના હોય છે. રેસ્ટોરાંમાં મળે તેવા કુલચા તમે ઘરે પણ બનાવી શકો છો. આજે અમે તમને અમૃતસરી કુલચા બનાવવાની રીત શીખવીશું. 1/2 કપ મેંદો 1/2 ટી સ્પૂન ખાંડ 1/2 ટી સ્પૂન બેકિંગ પાઉડર સ્વાદાનુંસાર મીઠું 2 1/2 ટે. સ્પૂન બટર 3/4 કપ દૂધ

સ્ટફિંગ માટે 3 નંગ બાફેલા અને મેશ કરેલા બટાકા 2 નંગ સમારેલા લીલા મરચા 1/2 ટી સ્પૂન ચાટ મસાલો 2 ટે. સ્પૂન સમારેલી કોથમીર 1 નંગ સમારેલી ડુંગળી 1/2 ટી સ્પૂન લાલ મરચું પાઉડર 1/2 ટી સ્પૂન ગરમ મસાલો 1 ટે. સ્પૂન ક્રશ કરેલા સૂકા ધાણા 1/2 ટી સ્પૂન છીણેલું આદુ જરૂર મુજબ ઘી. બનાવવાની રીત સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, ખાંડ, બેકિંગ પાઉડર, મીઠું તેમજ બટર ઉમેરીને મિક્સ કરી લો.

હવે તેમાં થોડું-થોડું દૂધ ઉમેરીને રોટલીની કણક જેવી સોફ્ટ કણક બાંધી લો. કણક પર કપડું ઢાંકીને તેને 10થી 15 મિનિટનો રેસ્ટ આપો. બનાવવાની રીતએક બાઉલમાં બાફેલા બટાકા, સમારેલા લીલા મરચા, ચાટ મસાલો, સમારેલી કોથમીર, સમારેલી ડુંગળી, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ક્રશ કરેલા સૂકા ધાણા, છીણેલું આદુ અને સ્વાદાનુંસાર મીઠું ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરી લો.

બનાવવાની રીતતૈયાર કરેલી કણકમાંથી મીડિયમ સાઈઝના લૂવા બનાવી લો. આ લૂવામાંથી કુલચા વણી લો. તેમાં સ્ટફિંગ ભરીને ફરીથી કુલચા વણી લો. પેન ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે વણેલા કુલચા તેમાં મૂકો. ઉપરની સાઈડ થોડું પાણી લગાવી કોથમીર ભભરાવો અને ચમચાથી હળવે હાથે પ્રેસ કરો જેથી કોથમીર ચોંટેલી રહે. હવે કુલચાની બંને તરફ ઘી લગાવીને શેકી લો. તો તૈયાર છે અમૃતસરી કુલચા.

ચાલો આજે વાત કરીએ છોલે કુલચા ની.જો તમે વડોદરા માં રહેતા હોવ તો આ ફૂડ આર્ટિકલ ખાસ તમારી માટે જ છે. આજે અમે તમને જણાવીશું કે કે વડોદરા માં કઈ કઈ જગ્યા એ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર છોલે કુલચા મળે છે. તો ચાલો જાણીએ ક્યાં ક્યાં મળે છે આ છોલે કુલચા. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા અમૃતસરી કુલચા ખુબ જ ફેમસ છે. ત્યાં તમને 20 ઇંચ નો મહારાજા અમૃતસરી કુલચો બનાવી આપે છે જે ત્યાંની ટોપ આયટમ છે.

તે ટેસ્ટ માં એકદમ લાજવાબ હોય છે. આ એક કુલચા માંથી લગભગ પાંચ જણ આરામ થી જમી શકે છે. તેની સાથે નાની બાલ્ટીમાં તે લોકો લસ્સી ભરી ને આપે છે અને સાથે છોલે તેમજ ભરપૂર સલાડ પણ આપે છે. આ અમૃતસરી કુલચા ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. લોકો અહીં હોંશે હોંશે કુલચા ખાવા આવે છે. તેઓ મોટા તંદુરમાં કુલચા ને પકવે છે અને તેના પર ભરપૂર બટર નાખીને ગરમાગરમ સર્વ કરે છે. જો તમે પણ છોલે કુલચા ખાવાના શોખીન હોવ તો તમે આ વડોદરાના અમૃતસરી કુલચા નો અવશ્ય ટ્રાય કરજો. તો ચાલો નોંધી લો સરનામું અમૃતસરી કુલચા, નિઝામપુરા, વડોદરા

Leave a Reply

Your email address will not be published.