ત્રણ મિત્રો મહેસાણાથી એડમિશનનું કામ પતાવી પરત આવી જ રહ્યા હતા ત્યાં જ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાય, 2 મિત્રના મોત

ત્રણ મિત્રો મહેસાણાથી બાલીસણા-સંડેર હાઇવે પર અલ્ટો કારમાં પ્રવેશ કામ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. અને તે દરમિયાન કોઈ કારણસર એક કાર રોડની બાજુમાં આવેલા બાવળના ઝાડ સાથે અથડાતા દર્દનાક અકસ્માત સર્જાયો હતો. કારમાં આગળ બેઠેલા બે મિત્રોને ગંભીર ઈજાઓ થવાથી કારમાં મોત નિપજ્યા હતા. તેમજ વાહનના પાછળના ભાગે બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને 108ની ટીમ દ્વારા સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેથી તેનો જીવ બચી શકે. જોકે, હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક પૈકી એક બાલીસણાનો અને બીજો બનાસકાંઠાના ટાણા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પાટણના બાલીસણા સંડેર હાઇવે પર ગુરુવારે બપોરે મહેસાણા તરફથી ત્રણ મિત્રો પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા. તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર બાવળના ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે કાર પલટી ગઈ હતી.

આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કારમાં બેઠેલા બે મિત્રોને માથામાં ઈજા થતાં મોત નીપજ્યા હતા. તે જ સમયે પાછળ બેઠેલો એક યુવક ગંભીર રીતે ઘાયલ થઈને કારમાં બેભાન થઈ ગયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી વાહનનો દરવાજો તોડી ગંભીર રીતે ઘવાયેલા યુવકને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

દરવાજા તોડવામાં આવ્યા હતા અને યુવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા, 108ના પાયલોટ દશરથ કુંભાર અને ઈએમટી ભાવનાબેને અકસ્માત સ્થળે યુવકોના મૃતદેહ તેમજ રોકડ અને મોબાઈલ એકત્ર કરી ધારપુર સિક્યુરીટી ગાર્ડને આપી પરિવારજનોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમાં 108ના ઈએમટી ભાવના બેન અને પાયલોટ દશરથભાઈએ જણાવ્યું કે બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વાહન ઝાડ સાથે અથડાતાં આગળના ભાગમાં ડ્રાઇવર અને તેની બાજુમાં બેઠેલા યુવક ફસાઇ ગયા હતા. અને તેના બંને દરવાજા તૂટેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *