મહિલા અને ત્રણ દીકરીની ધારદાર હથિયારથી ક્રૂર હત્યા, પતિનો મૃતદેહ ફાંસીએ લટકતી હાલતમાં મળ્યો

પ્રયાગરાજમાં શનિવારના રોજ એક હૃદયદ્રાવક ઘટના સાંભળવા મળી છે. અહીં એક જ પરિવારના કુલ ૫ લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. આ ક્રૂર ઘટના ઉત્તરપ્રદેશમાં આવેલા ખાગલપુર ગામની છે. પત્ની અને તેની ૩ દીકરીને ધારદાર હથિયાર વડે મારી અને મોતને ઘાટ ઉતારવામાં આવી અને પતિનો મૃતદેહ બાથરૂમમાં ફાંસીએ લટકતો મળ્યો હતો. પતિના શરીર પર હથિયારથી કોઈ પણ ઈજા પહોંચી હોય એવાં કોઈ નિશાન નથી, પરંતુ હાથ અને કપડાં પર લોહીના છાંટા જોવા મળ્યા છે.

મૃતકોની ઓળખ પતિ રાહુલ તિવારી, પત્ની પ્રીતિ અને ત્રણ પુત્રી માહી, પીહૂ અને પોહૂ સ્વરૂપે કરવામાં આવી છે. પોલીસને એવી સંભાવના છે કે પતિએ પહેલા તેની પત્ની અને ૩ દીકરીઓની હત્યા કરી નાખી અને પછી પોતે ગળેફાંસી ખાઈ લીધો. મૃતક રાહુલની બહેનનો એવો આરોપ છે કે તેના સાસરે થોડો વિખવાદ ચાલી રહ્યો હતો. તેમણે જ કોઈએ આ ષડયંત્ર ઘડ્યું હોઈ શકે છે. એસએસપી અજય કુમારે એવું કહ્યું હતું કે રાહુલ હત્યા કરી અને પોતે ફાંસી પર ચઢી ગયો કે પછી કોઈ અન્યએ પાંચેયની હત્યા કરી નાખી છે.

આ દરેક એન્ગલ પરથી પોલીસ પોતાની તપાસ કરી રહી છે. તપાસ માટે કુલ ૭ ટીમ બનાવવામાં આવી છે. પોલીસ મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી સ્થિતિનો કોઈ સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. ઘટનાસ્થળ પર પહોંચતાં જ જેણે ક્રાઈમ સીન જોયો હતો તેના મનમાં એક પછી એક ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. રાહુલ તિવારીની લાશ ફાંસીના ફંદા પર લટકી રહી હતી, જ્યારે તેની પત્ની અને તેના બાળકોના મૃતદેહ બેડ પર પડ્યા હતા.

હત્યા દરમિયાન લોહીના છાંટા રૂમની દીવાલો પર ઉડેલા હતા. મોતના વિરોધને લઈ અને કરવામાં આવેલા સંઘર્ષને કારણે બેડ પર પડેલી ચારેય લાશોનાં કપડાં એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયાં છે. માત્ર આટલું જ નહીં, મહિલાના પગમાં અને તકિયામાં લોહી જોવા મળ્યું છે. ચોંકાવનારી બાબત તો એ છે કે બાથરૂમમાં ફંદા પર લટકી રહેલા રાહુલના શરીર પર કોઈ ઈજા તો નથી, પરંતુ કપડાં અને હાથમાં લોહી જોવ મળ્યું છે.

આ પાંચ લોકોની હત્યાની જાણકારી મળવા પર સીએમ યોગી આદિત્યનાથે આ બાબતે નોંધ લીધી છે. સીએમએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને નિષ્પક્ષ તપાસના આદેશ આપી દીધા છે અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એવા નિર્દેશો આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.