સમાચાર

યુવતીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું

આજકાલ ના યુવાનો ને ન જાણે શું થઈ ગયું છે ખબર નહિ?માતા પિતા કઈ પણ કહે તેનું તરત જ ખોટું લગાડી દેતા હોઈ છે અને અવળું પગલું ભરી દેતા હોઈ છે, નાદાની માં આવી ને માતા પિતા નું કહ્યું માનતા નથી અને અવળે રસ્તે ચડી જાય છે અને પોતાનું જીવન ટૂંકાવી દે છે બસ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દીકરી એ આપઘાત કરવાનું સામે આવ્યું છે જાણો શું છે આખી બાબત પિતાએ કહ્યું,દીકરીએ વાત કરી હોત તો તેના પસંદગીના છોકરા સાથે લગ્ન કરાવી આપ્યા હોત

‘મેં અભી શાદી કરના નહિ ચાહતી, દો સાલ બાદ કરુંગી, કહી સૂઈ ગયેલી કિશોરીએ આજે સવારે માતા-પિતા સરદાર માર્કેટ શાકભાજીમાં ખરીદી માટે નીકળતા ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મોટી દીકરીના આપઘાતને લઈ આઘાતમાં સરી પડેલા પરિવારે જણાવ્યું હતું કે, દીકરી કોઈ યુવકને મળતી હતી. તેને પસંદ કરતી હતી. પણ કહ્યું નહિ, મૃત્યુ બાદ નાની દીકરીએ વાત કરી, મોડું થઈ ગયું, જો કહ્યું હોત તો ચોક્ક્સ એની પસંદના છોકરા સાથે લગ્ન કરાવી આપત તેમ પરિવારે વધુમાં જણાવ્યું હતું. હાલ પાંડેસરા પોલીસે નિશુકુમારીના આપઘાત કેસમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

નાની દીકરીએ જાણ કરી રાજ વિશ્વકર્મા (મૃતક દીકરીના પિતા) એ કહ્યું હતું કે, અમે બિહારના વતની છીએ. સુરતમાં શાકભાજીનો વેપાર કરી ગુજરાન ચલાવી રહ્યા છીએ. ત્રણ સંતાનોમાં નિશું મોટી દીકરી હતી. હાલ જ સિલાઈ કામ શીખી હતી. આજે સવારે હું પત્ની ગીતાદેવી સાથે સરદાર માર્કેટ શાકભાજી લેવા નીકળ્યો હતો. નાની દીકરીનો ફોન આવ્યો ને, બોલી પપ્પા દીદી રૂમ બંધ કર કે લટક ગઈ હે, આ સાંભળી હોશ ઉડી ગયા હતા.અર્ધ રસ્તે થી જ ઘરે દોડી ને ગયા તો રડા રડ ચાલી રહી હતી. દીકરી નિશું રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

પરિવાર શોકમાં ગરક તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલોસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પેપર વર્ક કરી પોસ્ટ મોર્ટમ માટે દીકરી નિશુંનો મૃતદેહ સિવિલ લઈ આવી છે. દીકરીના આવા અંતિમ પગલાંને લઈ આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.પત્ની ગીતાદેવીની બહેનનો સોમવારની રાત્રે વતનથી ફોન આવ્યો હતો. નિશુંના લગ્ન માટે એક છોકરો સારો છે. જો ઈચ્છા હોય તો કહેજો એમ કહ્યું હતું. ગીતાએ મને વાત કરી મેં દીકરીને પૂછ્યું તો એણે કહ્યું કે, હું હાલ લગ્ન કરવા માગતી નથી, સિલાઈ કામ બરાબર શીખી જાઉં પછી એટલે કે, બે વર્ષ બાદ લગ્ન કરીશ એમ કહી સૂઈ ગઈ હોવાનું પિતાએ વધુમાં જણાવ્યું હતું.

કોઈ છોકરા સાથે પરિચયમાં હતી બહેનના આપઘાત બાદ નાની દીકરીએ જણાવ્યું હતું કે, ‘દીદી કિસી સે બાત કરતી થી પપ્પા, સિલાઈ કામ શીખને જાતે થે તબ વહ રાસ્તે મે વો લડકે સે મિલતી થી, 6 મહિને સે દીદી વો લડકે કે, પરિચય મેં થી’ બસ ઓર કુછ નહિ બતાયા, દીકરીના આપઘાત ને લઈ શોકમય પરિવારે કહ્યું હતું કે, બાળકોએ વાત કરવી જોઈએ. આપઘાત એ કોઈ સમસ્યાનું નિરાકરણ નથી. બસ એનાથી દુઃખી પરિવાર જ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *