સાથી અધિકારીએ યુવા મહિલા પોલીસ અધિકારીને કહ્યું, મારે તારા તમામ અંગોની તપાસ કરવી પડશે અને પછી…

ભાવનગર શહેરમાં એક મહિલા PSI જ બળાત્કારનો ભોગ બની હોવાની અવિશ્વસનીય ઘટના સામે આવી રહી છે. જેની અંદર મહિલા પોલીસ અધિકારી પર તેના જ સાથી પહેલાના કર્મચારી એ બળાત્કાર કર્યો હોય તેવી ઘટના સામે આવી રહી છે. ભાવનગર શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એક મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેની અંદર એક પીએસઆઇ દ્વારા જ તેના પર વારંવાર લગ્નની લાલચ આપીને બળાત્કાર કરવામાં આવ્યો હતો તેમ તેને ફરીયાદ લખાવી હતી.

તમને જણાવી દઈએ કે મહિલા પીએસઆઇની ફરિયાદના કારણે ભાવનગર પોલીસ દ્વારા તત્કાલ ભુજના પીએસઆઇને પકડી લેવામાં આવ્યો છે. આ પીએસઆઇ દ્વારા મહિલા પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો. પરંતુ મહિલા પીએસઆઇ પાસેથી 3 લાખ રૂપિયા રોકડ અને દાગીના મંગાવ્યા અને બ્લેક મેઇલિંગ પણ કરતો હતો. મહિલા પી.એસ.આઇએ ભુજના પીએસઆઇ પર દુષ્કર્મ સાથે રોકડ રકમ લીધી હોવાંની બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભાવનગર પોલીસ પણ કાયૅવાહી કરી રહી છે.

ભાવનગર પોલીસએ દુષ્કર્મ કરનાર ભુજના પી.એસ.આઇ રાકેશ કટારાને ભુજથી ભાવનગર પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. આ આખા બનાવની તપાસ સી ડિવિઝન પોલીસ એ કરી હતી. જેની અંદર પોલીસે બે દિવસના રિમાન્ડ લીધા બાદ તેના પણ પૂછતાછ કરવામાં આવી રહી છે. આ પીએસઆઇ દ્વારા અન્ય કોઇને પણ શિકાર બનાવાયા છે કે નહિ તેના વિશે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.