આજકાલ જુર્મ અને હત્યાના આટલા બનાવો વધી ગયા છે કે દરરોજ અઢળક ન્યુઝ સાંભળવા મળે છે. હાલ જ એક એવો બનાવ સામે આવ્યો છે એ સાંભળીને તમારા પણ રૂંવાટા ઉભા થઈ જશે. આ કિસ્સો જૂનાગઢ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામનો છે. જ્યાં પતીએ બે મહિના પહેલા પોતાની પત્નીની હત્યા કરી અને અંતે લાશને જમીન દાટી દીધી હતી. 2 મહિના સુધી કોઈને ખબર નહતી પડી કે તેની પત્નીનું મૃત્યુ થઈ ગયું છે.
ધીરે ધીરે વાત બહાર આવી અને પોતાની જ પત્નીની મૃત્યુ કરનાર નરાધમ પતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બે મહિના પહેલા પોતાની જ પત્નીની ક્રૂર રીતે હત્યા કરી અને લાશ જમીનમાં દાટી દેતા નરાધમ પતીને આખરે પોલીસે પકડી પાડ્યો છે. જો કે આ સમગ્ર મામલો જૂનાગઢ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામનો છે અને આ ખબર બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
આ સમગ્ર મામલા વિશે વિસ્તારમાં જણાવીએ તો જૂનાગઢ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામમાં રહેતા જીવરાજ ભાઈએ તેમની પત્નીની હત્યા કરી દીધી હતી. લગભગ 10 વર્ષ પહેલા એમને લક્ષ્મી નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી બંનેને બે દીકરી અને એક દીકરો એમ કુલ 3 સંતાનો છે. આ ઘટનાની ઊંડાણ ભરી તપાસમાં બહાર આવ્યું છે કે જીવરાજને અન્ય યુવતી સાથે પ્રેમ હતો અને એટલા માટે પત્નીથી છુટકારો મેળવવા એને તેની હત્યા કરી નાખી હતી.
પોલીસે વધુ માહિતી આપી કે જયારે લક્ષ્મીના પીતા દીકરીના સસુરાલે પહોચ્યા તો ત્યાં દીકરીનો કોઈ અતોપતો નહતો અને જીવરાજ તરફથી કોઇ વ્યવસ્થીત જવાબ પણ નહતો મળી રહ્યો એટલા માટે આખરે લક્ષ્મીના પિતાએ પોલીસ સ્ટેશનમા દીકરી ગુમ થયાની રીપોર્ટ લખાવી હતી. જો કે આ વાક્ય પછી જીવરાજ પોતાની પોલ ન ખુલે એટલે નાસી ભાગ્યો હતો.
અંતે પોલીસે દોઢ મહિના પછી જીવરાજને પકડી પાડ્યો હતો અને ત્યાં તેને પોલીસ સમક્ષ કબુલ કર્યું કે પત્ની લક્ષ્મીની દોઢ મહિના પેહલા તેની હત્યા કરી લાશને નજીક વાડી વિસ્તારમાં દાટી દીધી હતી. જીવરાજના લક્ષ્મી સાથે બીજા લગ્ન હતા એ પહેલા 10 વર્ષ પહેલા પણ જીવરાજે પહેલા એક લગ્ન કર્યા હતા અને એ પત્નીનું પણ મૃત્યુ થયું હતું અને પહેલી પત્નીનું મૃત્યું થયા બાદ લક્ષ્મી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને હવે ત્રીજા લગ્ન કરવાના ચક્કરમાં લક્ષ્મીને મોતને ઘાટ ઉતારી હોવાનું અનુમાન લગાવાય છે.