સમાચાર

યુવકે હાઇ-ફાઇ મહિલા સાથે કરી ફ્રેન્ડશીપ, યુવકે કહ્યું તને ટ્રેનિંગ આપવાની છે ચલ

વાત અમદાવાદ શહેરની છે જ્યાં પ્રકાશમાં આવી છે વધુ એક લવજેહાદની ઘટના. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ છે. ઘટના છે 11 ડિસેમ્બરની , આ દિવસે  વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હિમાલયા મોલ પાસેથી સગીરા ગુમ થયાની અરજી દાખલ થઇ.

પોલીસે અરજીના આધારે તપાસ કરતા સગીરાને મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી ગુજરાત ધર્મ સ્વતંત્ર (સુધારા) અધિનિયમ ૨૦૨૧ અને પોક્સો એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જે બાદ વસ્ત્રાપુર પોલીસે રિયાઝ મેમણ નામના શખ્સને દબોચી લીધો.

આરોપી રિયાઝ મેમણ પાલનપુરમાં ઓટોમોબાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આરોપી રિયાઝ અને સગીરા 2019 માં ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા હતા. જોકે રિયાઝ મેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનું સાચું નામ નહીં પરંતુ કબીર ખાન નામે એકાઉન્ટ બનાવ્યું હતું. આરોપી અને સગીરાને મળવા માટે પાલનપુરથી અમદાવાદ આવતો હતો. ૧૧મી ડિસેમ્બરે આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી જયપુર લઈ જઈ સગીરાનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.

ત્યારબાદ અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે પાલનપુરથી સગીરાને હેમખેમ છોડાવી આરોપીને ઝડપી પાડી તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં આરોપીના એક લગ્ન થયા હોવાની વાત પણ પોલીસ તપાસમાં સામે આવી છે. આરોપી આ હિન્દુ સગીરા સાથે બીજા લગ્ન કર્યા હતા. સગીરાને પણ ફરિયાદ બાદ ખ્યાલ આવ્યો કે, રિયાઝ મેમણે અગાઉ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરેલ છે અને આ તેના બીજા લગ્ન છે.

જોકે હાલ તો વસ્ત્રાપુર પોલીસે સગીરા અને તેમના પરિવાર સાથે હેમખેમ ભેટો કરાવીને આરોપીની ધરપકડ કરી પોક્સો, ગુજરાત ધર્મ સ્વતંત્ર (સુધારા) અધિનિયમ ૨૦૨૧ અંતર્ગત ગુનો દાખલ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. જેમાં હવે આરોપીના રિમાન્ડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *