તું મને મળવા કેમ નથી આવતી તેમ કહીને મહિલા ઉપર કરી નાખ્યો જીવલેણ હુમલો, મહિલા પાણી ભરવા બહાર ગઈ હતી અને આરોપી યુવક ત્યાં પહોંચી ગયો, અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપીને રોમિયો… Gujarat Trend Team, October 12, 2022 સાગબારામાં રોમિયો દ્વારા મહિલાને જાહેરમાં ધમકી આપી હુમલો કરવાની ઘટના સામે આવી છે જ્યાં યુવક મહિલાને તેના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપીને હેરાન કરતો હતો અને મને મળવા કેમ નથી આવતી તેમ કહીને મહિલા ઉપર કાચની બોટલ વડે જીવલેણ હુમલો કરતા આ સમગ્ર ઘટના અત્યારે ચકચાર બની છે આ ઘટનામાં અત્યારે પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે અને કડકમાં કડક તપાસ પણ અત્યારે કરી રહી છે. સમગ્ર ઘટનાની જાણકારી મળ્યા પ્રમાણે દેવેન્દ્ર સિંગ્યાભાઇ વસાવા જેમ બોરડી ફળી ના રહેવાસી છે મહિલાનો મોબાઇલ ફોન હાથમાં લઈને બિરચામુડા ચોકથી તેનો પીછો કરી રહ્યો હતો, ધવલી વેર ગામ પાસે રોડ ઉપર મોબાઈલ ફોન તોડી નાખી સીમકાર્ડ કાઢી લીધું હતું અને ફરીથી સાંજના સમયે મહિલા ના ઘર પાસે આવીને પાણીની ટાંકી એ મહિલા પાણી ભરવા ગઈ હતી અને ત્યાં પણ તેનો પીછો કરીને મહિલાને પકડી ખેંચતાણ કરી રહ્યો હતો. મહિલાએ આનો વિરોધ કરતા દેવેન્દ્રને ધમકી આપતા જણાવ્યું હતું કે તું મને મળવા આવતી નથી તારા અંગત ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવા પડશે તેવી વાયરલ કરવાની ધમકી મહિલાને આપી રહ્યો હતો સાથે સાથે દેવેન્દ્રએ મહિલાને ગાલ ઉપર બે થી ત્રણ લાફા પણ માર્યા હતા આ સમગ્ર ઘટના બન્યા બાદ પણ મહિલા છુપ જ રહી. મહિલાએ હાથ છોડાવી ભાગવા જતા દેવેન્દ્ર એ પોતાના ખિસ્સામાંથી કાચની બોટલ કાઢી મહિલાના માથાના ભાગમાં મારી અને જીવલેણ હુમલો કર્યો હતો જેથી મહિલાના માથામાં લોહી લુહાણ ભરી હાલત થઈ ગઈ હતી અને આ સમગ્ર ઘટના જોઈને દેવેન્દ્ર ત્યાંથી ભાગી ગયો હતો ઉપરાંત દેવેન્દ્રએ તેના મોબાઈલમાં પાડેલ યુવતીના અંગત ફોટા તેમના કાકાના મોબાઈલમાં whatsapp પણ કરી દીધા હતા તથા સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યા જેથી કરીને પીડિત મહિલાએ રોમિયો દેવેન્દ્ર ઉપર સાગબારા પોલીસ સ્ટેશન મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સમાચાર