મહિલાએ ગાડીમાં બેઠેલા વેપારીને પહેલા કિસ કરીને ઉત્તેજિત કર્યો અને બાદમાં હનીટ્રેપમાં ફસાવી…

અમદાવાદમાં રહેતો એક પરિણીત વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો છે. વેપારીએ ફેસબુક દ્વારા યુવતી સાથે મિત્રતા કરી, બાદમાં યુવતીએ તેને મળવા બોલાવ્યો. ત્યારબાદ યુવતી કારમાં બેસીને તે યુવતી તે બિઝનેસમેનને કિસ કરવા લાગી. છોકરીએ વેપારીનો હાથ પકડ્યો અને પોતાના શરીર પર ફરવવા લાગી. વેપારીને જાળમાં ફસાયા બાદ યુવતીએ વેપારી પાસેથી 15 હજાર રૂપિયાના કપડા પણ લીધા અને બાદમાં 50 હજારથી લઈને 70 હજાર રૂપિયા પણ લીધા હતા.

થોડા સમય બાદ યુવતીએ બિઝનેસમેનને વીડિયો મારી પાસે હોવાનું કહી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને એક લાખ રૂપિયાની માંગણી કરી. વેપારીની પરિસ્થિતિ ન હોવાને કારણે 10 લાખ રૂપિયા આપવાની ના પાડતા પોલીસે નરોડા પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.. નાના એવા ચિલોડા શહેરમાં રહેતા એક વેપારી કાપડનો વ્યવસાય કરે છે. તેઓએ 2020 માં તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપી દીધા. તેઓ ફરીથી લગ્ન કરવાના હોવાથી તેઓ શાદી.કોમ એપ્લિકેશન પર સર્ચ કરતા હતા.

ત્યાં તેણે વર્ષ 2021માં એક યુવતી સાથે લગ્ન કર્યા. તે સમયે, વેપારીએ નીતા નામની ફેસબુક પ્રોફાઇલ ધરાવતી વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી. ત્યારે વેપારીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે તેનું નામ નીતા આહુજા છે અને તે કુબેરનગરમાં રહે છે અને ફોન અને વોટ્સએપ પર વાત કરતી હતી. એક મહિના પછી, નીતા આહુજાએ સવારે વેપારીને ફોન કર્યો અને મળવાનું કહ્યું.

જેથી વેપારી તેના મિત્રની કાર લઈને યુવતીને મળવા ગયો હતો. બાદમાં યુવતીએ તેમને ગાંધીનગર જવાનું કહી કોબા સર્કલ તરફ રવાના થયા. ત્યારપછી નીતાએ કારમાં દુપટ્ટા વડે પોતાનો ચહેરો ઢાંકી દીધો અને વેપારી સાથે વાતો, મજાક અને કિસ કરવા લાગી અને બિઝનેસમેનને ઉત્તેજિત કરવા માટે યુવતી તેના શરીરને સ્પર્શ કરવા લાગી. બાદમાં વેપારી ધીમેથી ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે યુવતીએ તેનો હાથ પકડીને તેના શરીર પર ફેરવવાનું શરૂ કર્યું.

બાદમાં નાસ્તો કર્યા બાદ વેપારી અને યુવતી છુટા પડ્યા અને ચાર દિવસ પછી નીતા આહુજાનો ફોન આવ્યો હતો અને તે વેપારીને કપડાંની માંગણી કરીને ગાંધીનગર લઈ ગઈ હતી. વેપારીએ અલગ-અલગ જગ્યાએથી યુવતીને 15 હજાર રૂપિયાના કપડાં પણ આપ્યા હતા. આમ, વેપારી અને નીતા આહુજા સમયાંતરે એકબીજાને મળતા હતા અને જ્યારે પણ પૈસાની જરૂર પડતી ત્યારે વેપારી આ યુવતીને પૈસા પણ આપતો હતો. આ રીતે યુવતી સમયાંતરે વેપારી પાસેથી કુલ 50 થી 70 હજાર રૂપિયા લેતી હતી.

આજથી 20 દિવસ પહેલા વેપારીને નીતા આહુજાનો ફોન આવ્યો અને નિકોલમાં વકીલની ઓફિસે મળવા બોલાવ્યો. જ્યાં તેની મુલાકાત આ યુવતી અને રાજેશ સોલંકી નામના વકીલ સાથે થઈ હતી.વકીલએ કહ્યું, “આ યુવતી પાસે તમારો વીડિયો છે અને તે તમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાનું કહે છે.” વકીલએ ફરિયાદ ન કરતાં સમાધાન કરવાની ફરજ પાડી હતી. વેપારી પહેલા વકીલ પાસે વીડિયો જોવા માંગતો હતો, જ્યારે વેપારી નીતા સાથે ફરવા ગયો ત્યારે તેણે કારમાં તેનો અશ્લીલ હરકતો કરતો વીડિયો જોયો.

નીતાએ પાછળથી વેપારીની બહેનને ફોન કર્યો, જેને વકીલ એ બે-ત્રણ દિવસનો સમય આપ્યો હતો અને કહ્યું કે તેની પાસે તેના ભાઈનો વીડિયો છે. તેને વાયરલ કરવાની અને કેસ નોંધીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. બાદમાં એક દિવસ વકીલે વેપારીને કોર્ટમાં મળવા બોલાવ્યો અને બળાત્કારનો કેસ હોવાથી તેણે ત્રણથી ચાર મહિના જેલમાં રહેવું પડશે અને તેના માટે ચારથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થશે. આથી વકીલે વેપારીને કીધું હતું કે તે નીતાને દસ લાખ રૂપિયા આપી દે અને છૂટો થઈ જાય. પરંતુ વેપારીએ કંઈ કર્યું જ ન હતું તો તે શા કારણે પૈસા આપે તેમ વાત થઈ હતી.

બાદમાં વકીલએ કહ્યું કે કોર્ટ તમારી એક પણ ફરિયાદ સાંભળશે નહીં.આ મહિલા કાયદો છે તેમ કહીને ધમકી આપતો હતો અને નીતા આહુજાએ વેપારી પાસેથી ઘણા પૈસા લૂંટી લીધા હતા. પરંતુ નીતાએ વીડિયોના આધારે બિઝનેસમેનને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું કે તે 50 હજારથી 70 હજાર રૂપિયાથી વધુ નહીં આપી શકે તેવું વેપારીએ જણાવ્યું હતું.. છેવટે વેપારીએ કંટાળીને નરોડા પોલીસ સ્ટેશનમાં અરજી કરતાં પોલીસે યુવતી સામે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.