લેખ

ડિવોર્સી મહિલાએ યુવક સાથે હતી લગ્ન વગર સાથે રહીને કરી નાખ્યું એવું કામ કે…

બે વર્ષ પહેલા યુવતી એક યુવકના સંપર્કમાં આવી હતી. તેમજ આગળ વધતા બંને સાથે રહેવા લાગ્યા હતા. એટલું જ નહીં, યુવકે તેની સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેમજ તેની સાથે લગ્નનું નાટક કરીને યુવકે દાગીના અને રૂપિયા પડાવી લેતા ચકચાર મચી ગઈ છે. 35 વર્ષીય યુવતીએ અભયમની ટીમને ફોન કરતાં ટીમ પહોંચી ગઈ હતી અને યુવકને પકડી પાડી યુવતીના રૂપિયા અને અન્ય સામાન પરત અપાવ્યો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, એક સંતાનની માતા અને 35 વર્ષીય યુવતીએ પતિ સાથે અણબનાવ થતાં ડિવોર્સ લીધા હતા. યુવતી મોબાઇલ એસેસરીઝ ઓનલાઇન વેચવાનો વ્યવસાય કરતી હતી. દરમિયાન બે વર્ષ પહેલા તે એક યુવકના સંપર્કમાં આવી હતી. તેમજ આગળ વધતા બંને સાથે રહેવા લાગ્યા હતા. એટલું જ નહીં, યુવકે તેની સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું…

આ પછી તેણે યુવતીને ફોસલાવીને તેના દાગીના ગીરવે મૂકી દીધા હતા. જે થોડા સમયમાં છોડાવી દેવાનું કહ્યું હતું. તેમજ યુવતીના પૈસા પણ તેણે વાપરી નાંખ્યા હતા. થોડા સમય પછી યુવતીએ દાગીના છોડાવી દેવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને તેને મારી ઘરમાંથી નીકળી જવાનું કહ્યું હતું. તેમજ યુવકે યુવતીનું પાકીટ પણ ઝૂંટવી લીધું હતું. જેમાં 13 હજાર રૂપિયા અને મોબાઇલ સહિતની વસ્તુઓ હતો. આથી યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇનની મદદ માંગતા ટીમ આવી પહોંચી હતી અને યુવકને ઝડપી લઈ સામાન પરત કરાવ્યો હતો. તેમજ યુવકને અભયમની ટીમે ઠપકો આપ્યો હતો.

આ બનાવ વિશે વધુમાં માહિતી આપતા યુવતીએ જણાવ્યું હતું કે તે આરોપી યુવક તેની પાસે મોબાઈલ નું કવર લેવા આવ્યો હતો. પહેલી વારની મુલાકાત મા જ તેને તેનુ દિલ જીતી લીધું હતું. તે પોતે તે યુવકના સપના જોવા લાગી હતી. બીજા દિવસે ફરી તે યુવક આવ્યો અને તેમની વચ્ચે વાતો થઈ હતી. એટલું જ નહિ દરરોજ તે યુવક તેની દુકાને આવવા લાગ્યો હતો અને મીઠી મીઠી વાતો કરવા લાગ્યો હતો. આ સમય દરમિયાન પોતે પણ તેના પ્રેમમાં પડી ગઈ હતી.

પછી બંને જણા ફોન પર વાત કરવા લાગ્યા હતા. તેને લાગ્યું કે આ યુવક સારો છે અને તેની સાથે પોતે બાકીની જિંદગી વિતાવી શકશે તેથી તે તેની સાથે રહેવા લાગી હતી. બંને વચ્ચે પણ હતા. પોતે પોતાની આગળની જીંદગી વિશે બધું જ કહી દીધું હતું. ત્યાર બાદ તે યુવક પણ તેની સાથે રહેવા માટે રાજી થઈ ગયો હતો અને લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. તેથી પોતે તે યુવક સાથે ખૂબ ખુશ હતી.

આ સમય દરમિયાન તેણે તે યુવકને ઘણી વાર આર્થિક મદદ પણ કરી હતી એટલું જ નહિ તેના માટે પોતાના દાગીના પણ ગીરવે મૂક્યા હતા. વધુમાં તે યુવતીએ જણાવ્યું હતું કે તે યુવક કહેતો હતો કે તે તેની જ સાથે લગ્ન કરશે અને બીજી કોઈ તેના જીવનમાં આવશે નહીં. તેથી પોતે માની ગઈ હતી અને તે જ્યારે કહેતો ત્યારે તે યુવકને પૈસાની મદદ પણ કરતી હતી. તે દિવસે તેણે વાત વાતમાં કહ્યું હતું કે હવે ઘણો સમય થઈ ગયો છે પોતાના દાગીના જે ગીરવે મૂક્યા છે તે ઉપાડી લેવા જોઈએ પણ તે યુવક માન્યો નહીં અને તેની ઉપર ગુસ્સે થઈ ગયો હતો. ત્યાર બાદ તેણે 181 મહિલા હેલ્પ લાઇનનો મદદ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *